। અમદાવાદ ।

એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પ્રત્યે વિદ્યાર્થીઓનો લગાવ ઘટતો જતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ટેક્નિકલ એજ્યુકેશનની એપેક્સ બોડી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને આ વર્ષે દેશભરમાં ઇજનેરીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ૧.૬૪ લાખ સીટ કાપી છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણી કરીએ તો ૪.૩૫ લાખ સીટ ઘટી છે. ૨૦૧૪-૧૫માં ૧૯.૦૧ લાખ સીટ સામે આ વર્ષે ૧૪.૬૬ લાખ સીટ છે. AICTEએ દેશભરની ઇજનેરી કોલેજો કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦ ટકા કરતાં ઓછી સીટ ભરાઈ હતી તેવી કોલેજોની ઇજનેરીની ૧.૬૪ લાખ સીટ કાપી છે. દેશભરમાં ૮૩ ઇજનેરી કોલેજોએ કોલેજ બંધ કરવા માટે અરજી કરી છે. જેની ૨૦,૫૩૯ સીટ થાય છે. જ્યારે ૧૪,૪૨૩ સીટ પહેલેથી ગુમાવાઈ છે. અભ્યાસક્રમ બંધ કરવા અથવા ઇન્ટેકમાં ઘટાડો થવાના કારણે દેશમાં ૨,૨૧૪ એન્જિનિયરિંગ કોલેજોની ૧.૨૦ લાખ સીટ કાપી લેવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૭ કોલેજોની ૮,૦૦૦ સીટ વધારવાની અરજી AICTEને મળી જ નથી.  એઆઈસીટીઈના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ૩૦ ટકા એડમિશન થયા ન હોય તેવી કોલેજો છે. ઘણી કોલેજોએ સીટ ઘટાડા માટે દરખાસ્ત કરી છે અથવા ઘણી કોલેજોએ બંધ કરવા દરખાસ્ત કરી છે. જ્યારે કેટલીક કોલેજો ફેક્લ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધોરણો સહિતની ગુણવત્તા જાળવી નહીં શકતા અમારે આકરાં પગલાં લેવા પડયા છે. આટલા ઘટાડા ઉપરાંત આ વર્ષે પણ મોટી સંખ્યામાં સીટ ખાલી રહી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાંચ વર્ષમાં દેશમાં ઇજનેરી કોર્સની બેઠકોમાં ૪.૩૫ લાખનો જંગી ઘટાડો    appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/five-year-country-engineering/
via Best Gujarati News

0 Comments