સ્વિટ્ઝરલેન્ડે સ્વિસ બેન્કોમાં શંકાસ્પદ નાણાં રાખનાર ભારતીય ખાતેદારો પર કાર્યવાહી માટે ભારતની સાથે સંબંધિત માહિતીઓ શેર કરવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ સંબંધમાં સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓએ નવી સાર્વજનિક નોટિસ પોતલુરી રાજા મોહન રાવનું નામ જાહેર કર્યું છે. આની પહેલાં ગયા મહિને આવી 14 વ્યક્તિઓના નામની જાહેરાત કરતાં પહેલાં આમને નોટિસ મોકલાઇ હતી.

અધિકરીઓના મતે આવનારા સપ્તાહમાં આવી જ રીતે કેટલાંય પ્રકારની નોટિસ રજૂ કરી શકાય છે. રાવને આ નોટિસ 28મી મેના રોજ મોકલાઇ હતી અને અપીલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. આની પેહલાં 21મી મેના રોજ 11 લોકોને નોટિસ મોકલાઇ હતી. રાજામોહન રાય અનેક ઉદ્યોગો સાથે જોડાયેલ છે. રાજામોહન રાવ દૂરસંચાર સહિત દક્ષિણ ભારતમાં અનેક પ્રકારનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. રાવનો જન્મ 15 જુલાઇ 1951ના રોજ થયો હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે.

રાવનું આખુ નામ ડૉ. પી.રાજામોહન રાવ છે. યુનાઇટેડ ટેલિકોમ લિમિટેડમાં તેઓ ડાયરેક્ટરનાં પદ પર સેવાઓ આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક ટેલિકોમ્યુનિકેશ સેક્ટર સાથે સંકળાયેલી અનેક કંપનીઓમાં ઉચ્ચ પદો પર પોતાની સેવા આપી ચુક્યા છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ખાસ્સો દબદબો ધરાવતી જે.ટી મોબાઇલ નામની કંપનીની સ્થાપનામાં પણ ઘણો મહત્વનો રોલ ભજવ્યો છે. ટેલિકોમ સાધનો બનાવતી કંપનીઓના એસોસિએશનનાં વડા પણ રહી ચુક્યા છે. Trigyn ટેક્નોલોજી કંપનીમાં તેઓ નોન-એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર તરીકે 6 જુન, 2018થી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ આ જ કંપનીમાં વિવિધ પદ પર સમયાંતરે કાર્યરત રહી ચુક્યા છે. રાb અર્થશાસ્ત્રીમાં ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ સાયન્સ સાથે પણ જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સ્વિસ બેન્કે વધુ એક ભારતીયના કાળાનાણાંનો ભાંડો ફોડ્યો, ક્લિક કરી જાણો કોણ છે આ બિઝનેસમેન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/swiss-bank-account-latest-notice-to-indian-clients-p-raja-mohan-rao/
via Best Gujarati News

0 Comments