જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક એ શનિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. તેમણે ગૃહમંત્રીને રાજ્યની સુરક્ષા સ્થિતિ અંગે અવગત કર્યા. પંદર મિનિટ ચાલેલી બેઠક દરમ્યાન રાજ્યપાલ એ ગૃહમંત્રીને અમરનાથ યાત્રાને લઇ તૈયારી અંગે અવગત કર્યા. આ 6 દિવસની યાત્રા માસિક શિવરાત્રિના દિવસે એક જુલાઇથી શરૂ થશે અને 15મી ઑગસ્ટના રોજ શ્રાવણી પૂનમના દિવસે પૂરી થશે. બંને લોકોની વચ્ચે વિકાસના વિભિન્ન મુદ્દાઓ સિવાય કાશ્મીર ઘાટી અન સરહદી ક્ષેત્રોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઇ.

ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે મેં ગૃહમંત્રી સાથે સુરક્ષા બાબતે અને વિકાસના મુદ્દા પર ચર્ચા કરી.

આ મુલાકાત બાદ અટકળો તેજ થઇ ગઇ છે. ભાજપાએ પોતાના ઘોષણાપત્રમાં અનુચ્છેદ 370 અને 35A હટાવાનું વચન આપ્યું છે.

રાજ્યપાલે જો કે કહ્યું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરવા સંબંધિત મુદ્દા પર ચર્ચા થઇ નથી કારણ કે આ કેસ ચૂંટણી પંચની અંતર્ગત આવે છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે.

આપને જણાવી દઇએ કે સત્યપાલ મલિક સિવાય કેરળના રાજ્યપાલ પી.સદાશિવમ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવે પણ દિવસમાં અમિત શાહ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ શિષ્ટાચાર ભેંટ હતી. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ ગૃહમંત્રી શાહ સાથે અલગથી મુલાકાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમિત શાહને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મળવા પહોંચ્યા, કંઇક નવા-જૂની થવાની અટકળો શરૂ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/satya-pal-malik-meets-home-minister-amit-shah/
via Best Gujarati News

0 Comments