AMCનો ક્લાર્ક આ જાણીતી હોટલમાં લાંચ લેવા આવ્યોને, ACBના ઝટકામાં ઝડપાયો
AMCના સિનિયર કલાર્કને એસીબીની ટીમે શનિવારે લાલદરવાજા પાસે લકી હોટલની અંદરથી રૂ.૧.૩૦ લાખની લાંચ સ્વીકારતાં ઝડપી લીધો હતો.
આરોપી કલાર્કે બગીચા ખાતાના વર્ગ-૪ના નિવૃત્ત કર્મચારીને સાતમા પગારપંચના બાકી નીકળતા નાણાંના બિલ છૂટા કરવા માટે ૩૦ ટકા રકમની લાંચ માગી હતી. નિવૃત્ત કર્મચારીને બાકી લાભના કુલ નાણાં રૂ.૪.૩૦ લાખ લેવાની નીકળતા હતા.
ખમાસાની AMC કચેરીના પહેલા માળે સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં અરવિંદભાઈ મીઠાલાલ જાની (ઉં,૫૭)ની શનિવારે ટ્રેપ કરીને ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ એસીબીના અધિકારીઓએ આ રીતે ગેરકાયદે રીતે અરવિંદ જાનીએ કેટલી મિલકત ઊભી કરી તેમજ તેની આવક કરતાં કેટલી વધુ સંપતી તેની તપાસ હાથ ધરી છે.
છેલ્લા કેટલાક સમયથી AMCમાંથી નિવૃત્ત કર્મચારીઓને તેમના બાકી લાભના નાણાં લેવા માટે અવારનવાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા. કલાર્કોને ટેબલ નીચેની રકમ ના ચૂકવો ત્યાં સુધી બાકી લાભના બિલો જે તે કચેરીઓમાં મોકલાતા ન હતા. જેના પગલે કર્મચારીઓ હારીથાકીને કલાર્કોને લાંચ આપવા માટે મજબુર થઈ જાય છે.
બગીચા ખાતામાંથી નિવૃત્ત થયેલા વર્ગ-૪ના કર્મચારીને ઈન્ક્રીમેન્ટના પૂરવણી બિલ તેમજ સાતમાં પગાર પંચના બાકી મળવા પાત્ર લાભ મળવાના બાકી હતી. જે રકમ રૂ.૪.૩૦ લાખ થતી હતી. જે બિલ બનાવવા આરોપીએ રૂ.૧.૩૦ લાખની કુલ રકમની ૩૦ ટકા લાંચ પેટે માંગી હતી.
જેના પગલે કર્મચારીએ લાંચ આપવાની જગ્યાએ એસીબી ઓફીસનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવીને આરોપી અરવિંદ જાનીને લાંચની રકમ લેવા માટે લકી હોટલમાં બોલાવવા માટે ફરિયાદીને જણાવ્યું હતું.
ફરિયાદીએ આજે સવારે આરોપી અરવિંદને બોલાવીને એસીબીના છટકા મુજબ લાંચની રકમ આપી હતી. જે રકમ સ્વીકારતાં આરોપી અરવિંદની એસીબીએ ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post AMCનો ક્લાર્ક આ જાણીતી હોટલમાં લાંચ લેવા આવ્યોને, ACBના ઝટકામાં ઝડપાયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/amcs-clark-lucky-hotel-has-been-arrested-for-taking-a-bribe-of-1-30-lakh/
via Best Gujarati News
0 Comments