અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતુ છેલ્લા એક મહિનાથી શહેરીજનો સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને ખોળે બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તે સંજોગોમાં હેલ્થ ખાતાએ દરોડાની કાર્યવાહીનું ફરી નાટક શરૂ કર્યું છે પણ નજીવો દંડ કરી વેપારીઓને સાચવવામાં આવી રહ્યાં છે. હેલ્થ ખાતાએ આજે શહેરના કાલુપુર ફ્રુટ માર્કેટના ૩૦ એકમોમાં દરોડા પાડયા હતા.

જ્યાંથી કાર્બાઇડથી પકવેલી ૩૫૦ કિલો કેરીનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો પણ માત્ર ૧૮ વેપારીઓને નોટિસ આપી નજીવો એવો ૧૨ હજાર દંડ વસુલ કરાયો હતો.

શહેરમાં કાર્બાઇડથી પકવેલી કેરીઓ આવે છે. મ્યુનિ.ના હેલ્થ ખાતાના અધિકારીઓ જાણે છે પણ બેફામ કાર્બાઇડથી પકવેલી કેરીઓનું વેચાણ થઇ જાય પછી ગોડાઉનને બદલે માત્ર દુકાનોમાં ચકાસણી કરી થોડા જથ્થામાં કેરીનો નાશ કરવામાં આવે છે.

કાર્બાઇડથી પકવેલી કેરીના લીધે શહેરીજનોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે પણ આ પ્રવૃતિ સદંતર બંધ થાય તેમાં મ્યુનિ.ના અધિકારીઓને જરાય રસ નથી જેથી માત્ર દેખાડા પુરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેની પાછળ મોટો ભ્રષ્ટાચાર જવાબદાર છે. દર વખતે દરોડા પાડવાનું નાટક કરી કાર્યવાહીના આંકડા મૂકવામાં આવે છે.

પણ સતત એકના એક એકમોમાંથી કાર્બાઇડની કેરી પકડાઇ રહી છે તેવા એકમોને સીલ કેમ કરાતા નથી તે પણ મોટો પ્રશ્ન છે. હેલ્થ ખાતાએ આજે આપેલી માહિતી મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં ૯૯ એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં કેરી, બટાટાનો માવો, પાઉ, ખરાબ ફ્રુટ, સડેલા બટાકા, શાકભાજી જેવો ૮૮૭ કિલો અખાદ્ય ખોરાક નાશ કરાયો હતો જ્યારે ૧૮૩ લીટર પાણીપુરીનું પાણી, કેરીનો રસ, સોસ અને ચટણીનો નાશ કરાયો હતો જેમાં ૮૮ એકમોને નોટિસ આપી હતી જેમાં ૬૫ હજારનો દંડ વસુલાયો હતો.

છેલ્લા એક સપ્તાહમાં લીધેલા સેમ્પલની વિગતો

સેમ્પલ                                         સંખ્યા

મેંગો,મિલ્ક શેક, કેરીનો રસ અને અન્ય જ્યુસ    ૫

આઇસક્રીમ, લસ્સી, છાશ                          ૯

દુધ અને દુધની બનાવટો                       ૧૭

મસાલા                                         ૧૦

અન્ય                                           ૧૭

કુલ                                             ૫૮

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાલુપુર ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગનો સપાટો, 30 એકમો સીલ કરી આટલી કેરીનો કરાયો નાશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/kalupur-fruit-market-raids-in-30-units-of-350-kg-of-mango-were-destroyed/
via Best Gujarati News

0 Comments