રાજકોટ : શહેરની એક કિશોરીને ગંજીવાડાના વિજય રામજી ડુમાલીયા ઉ.વ.૨૦ નામના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી હોટલમાં એક જ દિવસમાં છ-છ વખત દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું છે.

છ માસ પહેલા ૧૪ વર્ષીય બાળકી એક લગ્ન પ્રસંગમાં જતા વિજયે પ્રેમજાળમાં ફસાવી હતી. વિજયે પાચં દિવસ અગાઉ લગ્નની વાત કરતા નવગામ પાસે કિશોરી પહોંચી હતી ત્યાં હાજર વિજય તેના ફઈના પુત્ર વિશાલ ઉર્ફે સાગરને બોલાવ્યો હતો. સાગર બાઈક લઈને આવ્યો અને બંનેને બેસાડી જુના માર્કેટ યાર્ડ રોડ પર આવેલી એક હોટલ પર છોડીને ચાલ્યો ગયો હતો.

વિજય અને કિશોરી બંને હોટલ પર રૂમ ભાડે રાખી એક દિવસ રોકાયા હતા અને એ દરમિયાન વિજયે કિશોરી પર છ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજા દિવસે વિજય કિશોરીને લઈને ચોટીલાના ચોબારી ગામે કૌટુંબીક કાકાના ઘરે પહોંચ્યો હતો ત્યાં કિશોરીને પોતાની પત્ની હોવાની ઓળખ આપી બે દિવસ રોકાઈ કિશોરી પર વધુ બે વખત કુકર્મ આચર્યું હતું.

ત્યાંથી બંનેને રાજકોટ કાળીપાટ પાસે છોડી ગયા હતા. બંને રાજકોટ પહોંચ્યા ત્યારે વિજયે કિશોરીને તું તારા ઘરે ચાલી જા અને કોઈને કાંઈ કહીંશ તો મારી નાખીશની ધમકી આપી કિશોરીને તરછોડી મુકી હતી. પ્રેમજાળમાં ફસાઈ બળાત્કારનો ભોગ બનેલી કિશોરી ત્રણ બહેન એક ભાઈમાં વચેટ છે.

પિતા હૈયાત નથી. ઘરે પરિવારજનો સમક્ષ ઘટના વર્ણવી હતી અને કુવાડવારોડ પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પી.આઈ. પરમાર, રાઈટર હિરાભાઈ રબારીએ આરોપી વિજય તથા મદદગારી કરનાર સાગર બંનેની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજકોટ: માત્ર એક જ દિવસમાં કિશોરીને જાળમાં ફસાવી છ-છ વખત દુષ્કર્મ આચર્યુ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-in-just-one-day-the-girl-was-trapped-in-a-six-six-time-crime/
via Best Gujarati News

0 Comments