ચાઇનીઝ મોબાઇલ કંપની Xiaomiએ આજે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે પર બાળકો માટે ખાસ ગેજેટ લોન્ચ કર્યું છે. Mi Bunny Reading Pen નામના આ ગેજેટને બાળકોને કંઇક નવું શીખવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ગેજેટની કિંમત 199 યુઆન (આશરે રૂ. 2000) રાખવામાં આવી છે. અને તે આજથી બજારમાં ઉપલબ્ધ થશે. આ ઉપકરણમાં સ્પિકર છે. જેની મદદથી બાળકો વાર્તાઓ સાંભળી શકે છે અને બીજી વસ્તુઓ પણ સાંભળી શકે છે. સ્ટોરી પ્લેયરની માફક આ પેન કામ કરશે.

આ પેન કંપની દ્વારા આજે સવારે 10 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Mi Bunny Reading Pen માં કંપનીએ સ્પીકર આપ્યું છે. તેની મદદથી બાળકો વાર્તાઓ સાંભળી શકે છે. આ ડિવાઇસ એકદમ સાધારણ, પોર્ટેબલ અને આકર્ષક ડિઝાઇનથી સજ્જ છે. બાળકો માટે આ ઉપકરણ એક સ્ટોરી પ્લેટરની માફક કામ કરશે. એક ક્લિક દ્વારા આ ડિવાઇસથી સ્ટોરીને પ્લે કરી શકે છે અને તેને સરળતાથી સાંભળી શકે છે.

ઉલ્લેખનિય છે કે ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની Xiaomi આ વખતે બાળકો માટે ખાસ પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ કરાવી છે. આ પેન બાળકો માટે ખાસકરીને ડિઝાઇન કરવામાં આવી છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. કંપની બાળકો માટે આ ડિવાઇસને લગભગ 2 હજારમાં લોન્ચ કરશે. આ એક ઓપ્ટિકલ પેન છે જેમાં 22 બ્યૂટિફૂલ રીડેબલ પિક્ચર બુક ઉપલબ્ધ છે. બાળકો ઇગ્લિંશ અને ચાઇનીઝ ભાષામાં સાંભળવાનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જેથી તેમના માટે સરળ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે પર બાળકો માટે Xiaomiનું ખાસ ગેજેટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/xiaomi-to-launch-mi-bunny-reading-pen-for-kids-on-international-childrens-day/
via Best Gujarati News

0 Comments