હુવેઇને પ્રતિબંધિત કરવા કે દબાણ લાવવા માટે યુરોપિયન મિત્ર દેશોને વિનંતી કરનારા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા સંકેત આપતાં ચીની કંપનીના સ્થાપક અને સીઈઓ રેન ઝેંગફેંઇએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપની સામેની અમેરિકાની ઝુંબેશ એટલી શક્તિશાળી નથી કે તેને દરેક સમર્થન આપે.

5જી ક્ષેત્રમાં 2018માં ચીનનું વધતું જતું પ્રભુત્વ 5280 લાખ ડોલરનું હતું, જે 2022માં 26 અબજ ડોલર ઉપર પહોંચશે. મતલબ કે 118 ટકાનો વધારો થાય એવા આ ક્ષેત્રમાં ચીનના પ્રભુત્વને કચડી નાંખવા માટે ટ્રમ્પે ચીનની ટેલિકોમ જાયન્ટ હુવેઇ ઉપર અમેરિકામાં તાજા પ્રતિબંધો લાદ્યા છે. જેને પગલે કેટલીય અમેરિકન ટેક્નોલોજિકલ જાયન્ટ કંપનીઓ ગૂગલ, ક્વોલકોમ અને ઇન્ટેલે હુવેઇ સાથેના વ્યાપારિક સબંધ કાપવાની જાહેરાતો કરી છે.

ચીની મીડિયા સાથેની લાંબી ચર્ચામાં ઝેંગફેઇએ જણાવ્યું હતું કે, તેઓએ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બપોરની ચા પર બધાને બોલાવ્યા હતા. તેમજ જુદા જુદા દેશોના નેતાઓ સાથે અમે મંત્રણા કરી હતી. તથા જણાવ્દયું હતુ કે રેક દેશોને પોતાના હિતો છે. અમેરિકાની ઝુંબેશ એટલી શક્તિશાળી નથી કે બધા તેને અનુસરે, એમ હુવેઇના સીઇઓએ મીડિયાને જણાવ્યું હતું. 5જી સેક્ટરમાં પ્રતિસ્પર્ધીઓ બે-ત્રણ વર્ષમાં અમને પકડી શકે એમ નથી !

સીઈઓ ઝેંગફેંઇએ જણાવ્યું કે, આપણી પાસે સૌથી અત્યાધુનિક ટેક્નોલોજી છે, એવા ક્ષેત્રમાં કમસે કમ 5જી સેક્ટર છે, જ્યાં ઝાઝી અસર પડવાની નથી. એટલું જ નહીં અમારા સ્પર્ધકો અમને એ ક્ષેત્રમાં બેથી ત્રણ વર્ષમાં પકડી શકવાના નથી ! જો અમારા ભાગીદાર પાસેથી અપૂરતો પુરવઠો મળે તો પણ અમને કોઈ સમસ્યા નડે એમ નથી કેમકે એ માટે જરૂરી તમામ હાઇ એન્ડ ચીપ્સ અમે જાતે બનાવી શકીએ એમ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રેડ વોરમાં ભડકો: અમેરિકા એટલું શક્તિશાળી નથી કે તેને દરેક સમર્થન આપે- હુવેઇ સીઇઓ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/forget-trump-make-hi-tea-on-downing-street-huawei-ceo/
via Best Gujarati News

0 Comments