હીરો સ્પ્લેન્ડરની આવી 25મી એનિવર્સરી સ્પેશિયલ એડિશન, કિંમત જાણીને આવી જશે મજા
હીરો સ્પ્લેન્ડરને લોન્ચ થયાને 25 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. પોતાની આઇકોનિક મોટરસાઇકલની 25મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે હીરો મોટોકોર્પે હવે કોસ્મેટિક અપડેટ સાથે એક સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે. 2019 હીરો સ્પ્લેન્ડર 25 યર સ્પેશિયલ એડિશનની એક્સ શોરૂમ કિંમત 56,600 રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર સ્પ્લેન્ડરનું સ્પેશિયલ એડિશન સ્પ્લેન્ડર પ્લસ પર બેઝ્ડ છે. જો કે સ્પેશિયલ એડિશનમાં કેટલાંક કોસ્મેટિક અપગ્રેડ્સ કરવામાં આવ્યાં છે. કોસ્મેટિક અપગ્રેડ્સમાં નવા ઓરેન્જ અને ગોલ્ડ ડેકોલ્સ, ફ્રન્ટમાં AHO સાથે હેલોજન હેડલેંપ, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક, એડજસ્ટેબલ રિયર શૉક્સ અને ઇંટગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ સામેલ છે.
હીરોએ મોટરસાઇકલમાં કોઇ મિકેનિકલ બદલાવ કર્યા નથી. સ્પ્લેન્ડર સ્પેશિયલ એડિશન મોટરસાઇકલ 97cc સિંગલ સિલિન્ડર એન્જિનથી પાવર્ડ છે જે 8.36bhpનો પાવર અને 8.05 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે. બાઇકના ફ્રન્ટ અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. સ્પેશિયલ એડિશન વાળી સ્પ્લેન્ડરના ગ્રાઉન્ડ ક્લીયરન્સ 159mm છે અને તેમાં 10.5 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. તેની રિઝર્વ કેપેસિટી 1.1 લીટર છે. કંપનીનો દાવો છે કે આ બાઇકની પેલોડ કેપેસિટી 130 કિલોગ્રામ છે.
સ્પ્લેન્ડરના સ્પેશિયલ એડિશનની લેંગ્થ 2000mm, પહોળાઇ 720mm અને ઉંચાઇ 1,040 mm છે. સ્પ્લેન્ડરના સ્પેશિયલ એડિશનમાં નવો મોબાઇલ ચાર્જિંગ સોકેટ, નવા મેટ બ્લેક અલોય વીલ, ટ્યૂબલેસ ટાયર્સ આપવામાં આવ્યાં છે. બાઇકના ફ્રન્ટમાં સસ્પેન્સનનું કામ ટેલિસ્કોપીક શૉક અબ્જોર્બર સંભાળે છે. સાથે જ મોટરસાઇકલના રિયરમાં 5 સ્ટેપ એડજસ્ટેબલ ટ્વિન હાઇડ્રોલિક શૉક અબ્જાર્બર આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હીરો સ્પ્લેન્ડરની આવી 25મી એનિવર્સરી સ્પેશિયલ એડિશન, કિંમત જાણીને આવી જશે મજા appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/hero-motocorp-launched-special-edition-of-splendor/
via Best Gujarati News
0 Comments