Redmiએ થોડાક દિવસ પહેલા અહેવાલ આપ્યો હતો કે કંપનીએ રેડમી નોટ 7 શ્રેણીનાં 2 મિલિયન એકમો વેચ્યા છે. Xiaomiએ જાહેરાત કરી કે એકલા બે મહિનામાં કંપનીએ 2 મિલિયન એકમો રેડમી નોટ 7 અને રેડમી નોટ 7 પ્રો વેચ્યા છે. કંપનીએ તેની રજૂઆતમાં એક બીજું નવો ફોન લોન્ચ કર્યો છે. જેનો 48MP કેમેરાવાળો Redmi Note 7S લોન્ચ થયો છે.

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં Redmi Note 7S લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે. તાજેતરમાં આ સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ છે. તેના બે મોડલ લોન્ચ કર્યા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા અને 4GB+32GB વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ફોન સફાઇર બ્લૂ, રૂબી રેડ, ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Redmi Note 7S સ્પેસિફિકેશન્સ
તેની 6.3 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન છે તેનું રિઝોલ્યૂશન 2340×1080 પિક્સલ છે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 660 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ડુઅલ રિયર કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ અને સેંકેંડ્રી સેંસર 5 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરામાં AI પોર્ટેટ મોડ અને નાઇટ ફોટોગ્રાફી જેવા સ્પેશિયલ ફીચર આપવામાં આવ્યા છે. તેની બેટરી 400mAhની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Redmiના 48MP કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમત ઓછી અને ફીચર્સ વધુ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/xiaomi-redmi-note-7s-with-48mp-rear-camera-launching-in-india/
via Best Gujarati News

0 Comments