Venue સબ-4 મીટર એસયુવી પછી, Hyundai Motor India જુલાઇમાં Kona EV લોન્ચ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની 9 જુલાઇ, 2019 ના રોજ ભારતમાં તેની ઇલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરશે. આ કંપની ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બ્રાન્ડ છે. Kona EVની કિંમત 20 લાખથી 25 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે કંપની બેટરીની 39.2 કેડબલ્યુહની ઓફર કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી ક્ષમતા ધરાવતા મોડેલમાં હોય છે.

કોરિયાની કંપની Hyundai ભારતમાં પોતાની ઇલેક્ટ્રીક કાર લાવવાની તૈયારીઓ કરી રહી છે. કંપનીએ જેનેવા મોટર શો માં આ કારને ઉતારી હતી. આ કારનું નામ KONA ઇલેક્ટ્રીક છે અને આ Hyundaiનાં ગ્લોબલ પોર્ટફોલિયોની બીજી ઇલેક્ટ્રીક કાર છે. Hyundaiએ કહ્યુ હતુ કે તેની પહેલી ઇલેક્ટ્રીક કાર આ વર્ષે (2019)માં આવશે.

કોરિયાની કંપની હ્યુડાઇની ઇલેક્ટ્રીક કાર જલ્દી જ ભારતમાં જ આવશે. જો કે કંપનીની માનીએ તો આ આ વર્ષે ભારતનાં માર્કેટમાં આવી જશે. વળી મારૂતિની વાત કરવામાં આવે તો તે પોતાની ઇલેક્ટ્રીક કાર 2020 સુધીમાં લાવવાની તૈયારીમાં છે. એક સમાચાર મુજબ Hyundaiની KONA ભારતીય માર્કેટમાં આવનારી પહેલી ઇલેક્ટ્રીક SUV બની શકે છે. મળતી માહિતી મુજબ Hyundai દર મહિને પોતાની ઇલેક્ટ્રીક SUVની 50-60 યુનિટ વેચવાની આશા રાખી રહી છે.

Hyundaiની ઇલેક્ટ્રીક SUV કાર એકવાર ફૂલ ચાર્જ થઇ ગયા બાદ 470 કિ.મી. ચાલશે. આ તે SUVની લોન્ગ રેંજ બૈટરી વર્જનની રેંજ છે. વળી તેના બેસિક વર્જનની રેંજ સિંગલ ચાર્જ પર 300 કિ.મી. સુધી છે. આ ઇલેક્ટ્રીક SUV કાર 7.6 સેકેંડમાં 0-100 કિ.મી.ની ઝડપ મેળવી લે છે. કારની ઇલેક્ટ્રીક મોટર 134hpનો પાવર અને 395Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 155 કિ.મી. પ્રતિ કલાક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Hyundaiની આ જોરદાર SUV ભારતમાં થશે લોન્ચ, એકવારમાં ચાલશે 300 km appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/hyundai-kona-electric-suv-to-launch-on-9-july/
via Best Gujarati News

0 Comments