BJPની જીત બાદ અનુપમ ખેરની માતાએ કહી એવી વાત કે PM મોદીને આપવો પડ્યો જવાબ
લોકસભા ચૂંટણીમાં બીજેપીની ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીને બોલિવૂડના સેલિબ્રિટી શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ પણ આ બોલિવૂડ સિતારાઓને જવાબ આપી આભાર માન્યો છે. આ ક્રમમાં હવે અનુપમ ખેરની માતા દુલારીજીનો સંદેશ પણ સામેલ થયો છે. પીએમ મોદીએ અનુપમ ખેર દ્વારા શેર કરેલ એક વીડિયો પર જવાબ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ અનુપમ ખેરના ટ્વીટ પર જવાબ આપતા લખ્યું કે,‘તમારી માતાએ મને આશીર્વાદ આપ્યા અને મારા પર વિશ્વાસ દાખવ્યો તે બદલ આભાર. હું તમારી માતા અને દરેક ભારતીય નાગરિકને આ ખાતરી આપું છું કે હવે અમે વધુ મહેનત કરીશું. તેથી તમારી અપેક્ષાઓ પર સાચા સાબિત થઈ શકીએ.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે તેની માતાનો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે,‘માએ પીએમ મોદી અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે. તેઓ વારંવાર કહી રહી છે કે મે કહ્યું હતું કે મોદી જ આવશે. આ સાથે તેઓ એમ પણ કહી રહી છે કે મોદી સરકાર જિંદાબાદ.’ પીએમ મોદીએ આ ટ્વીટને રિટ્વીટ કરી જવાબમાં ધન્યવાદ કહ્યું છે.
Humbled the affection, @AnupamPKher. Please thank your mother for the blessings and confidence she has placed in us.
I assure her, and every citizen of India that we will work even harder to fulfil the aspirations of our citizens. https://t.co/wxPC59kfs2
— Narendra Modi (@narendramodi) May 25, 2019
નોંધનીય છે કે બીજેપી પાર્ટી અને એનડીએ ગઠબંધનને આ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ થઈ છે. જેના પછી પીએમ મોદીને દુનિયાભરથી શુભેચ્છાઓ મળી રહી છે. બોલિવૂડથી શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, એકતા કપૂર જેવી કેટલીક જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને શુભેચ્છા આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BJPની જીત બાદ અનુપમ ખેરની માતાએ કહી એવી વાત કે PM મોદીને આપવો પડ્યો જવાબ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/pm-modi-reaction-on-anupam-kher-tweet-after-win-election/
via Best Gujarati News
0 Comments