થોડા દિવસ પહેલા દેશભરમાં #MeTooની ઝુંબેશ ચાલી હતી. જેમાં બોલિવૂડની કેટલીક મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. જેમના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યા હતા. આ હસ્તીઓમાં અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, ડાયરેક્ટર સાજીદ ખાન સહિત કેટલાક સામેલ છે. જ્યારે હવે આ #MeToo પર ચર્ચા કરતા હોલિવૂડ એક્ટ્રેસ જૂલિયાના મૂરે(Julianne Moore) એક મોટો ખુલાસો કર્યો છે.

જૂલિયાના મૂરે કહ્યું કે વર્ષોથી મહિલાઓ પાસે ખરાબ વર્તનને સહન કરવાની અપેક્ષા કરવામાં આવતી રહી છે. આપણે આ નક્કી કરી લીધું છે કે પુરુષોને બધુ કરવાની છૂટ છે. એટલે કે કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને હાથ મળાવવાની જગ્યાએ તમને કિસ કરે તો તમારી પાસે આ વર્તનને સહન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અમને કહેવામાં આવતું હતું કે આ માત્ર એક મૈત્રીપૂર્ણ વ્યવહાર છે.

મીડિયા રિપોર્ટ મુજબ 48 વર્ષની અભિનેત્રી મૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘મને યાદ છે બાળપણમાં મને આવી અસહજ પરિસ્થિતિથી પસાર થવું પડ્યું હતું અને હું કંઇ પણ કહી શકતી નહોતી. મે મારી બહેનને આ વિશે જાણ કરી. તેઓ પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂંકી હતી. તેથી મને લાગી રહ્યું છે કે આજે જે જાહેરમાં આ વિશે ચર્ચા થઈ રહી છે તે ઘણું યોગ્ય છે.’ વધુ ઉમેરતા મૂરે કહ્યું કે,‘#MeToo જેવી ઝુંબેશ આવશ્યક છે.’ તમને જણાવી દઈએ કે જુલિયાના મૂરે ‘ધ લોસ્ટ વર્લ્ડ જુરાસિક પાર્ક’ અને ‘નોન સ્ટોપ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post #MeToo ઝુંબેશથી જોડાયેલ વધુ એક એક્ટ્રેસ, કહ્યું-બાળપણમાં થયું હતું આવું appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actress-julianne-moore-reaction-on-metoo-campaign/
via Best Gujarati News

0 Comments