સ્ક્રીનશૉટ લીધા વગર સેવ કરો Whatsapp સ્ટેટસ, જાણો સહેલી રીત
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના સ્ટેટસ ફીચરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા લિંક્સથી લઇને વીડિયો, મીમ્સ, ફોટો, હોલીડે ડેસ્ટિનેશન જેવા તમામ વસ્તુઓ શરે કરી શકાય છે. એવામાં ઘણા યૂજર્સ સ્ટેટસ સેવ કરવા માંગે છે. મેસેજિંગ એપમાં આ રીતે કોઇ ઓપ્શન આપવામાં આવ્યું નથી તો તેને લઇને યૂજર્સ સ્ક્રીન શોટનો ઉપયોગ કરે છે. પરંતુ સ્ક્રીન શોટ બાદ યુજરને યૂજરનેમ અને નોટિફિકેશન બારને ક્રોપ કરવા પડે છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જેનાથી તમે સ્ક્રીન શોટ માટે સ્ટેટસ સેવ કરી શકશો.
સ્ટેટસ સેવર ફોર વોટ્સએપ
ગૂગલ પ્લે સ્ટોરથી સ્ટેટસ સેવર એપ ડાઉનલોડ કરો.
વોટ્સએપના સ્ટેટેસ પેજ પર જાઓ.
યૂજરનેમ પર ટેપ કરો
સ્ટેટસ સેવર એપને ઓપન કરો.
એપ સ્ટેટસ સેવર એપને ઓપન કરો.
એપ સ્ટેટસને ડિસ્પ્લેને સ્કેન કરો.
તે બાદ તમને વીડિયો અને ફોટોનું ઓપ્શન જોવા મળશે
મનપસંદ ઓપ્શન પસંદ કરો.
એપમાં સ્ટેટસની બાજુમાં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે.
થર્ડ પાર્ટી એપ વગર આ રીતે ડાઉનલોડ કરો સ્ટેટસ
ખાસ કરીને યૂજર આ વાત નથી જાણતા કે જે પણ સ્ટેટસ જુએ છે વોટ્સએપ તેને ડાઉનલોડ કરે છે. એટલે તમને સ્ટેટસ સેવ કરવા માટે કોઇ થર્ડ પાર્ટી એપની જરૂરત નથી. તેના માટે તમે તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જાઓ.
સૌથી પહેલા ફોનનું ફાઇલ મેનેજર ખોલો.
ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાઓ અને સેટિંગ્સ પર ક્લિક કરો.
‘શો હિડેન ફાઇલ્સ’ ઓપ્શનને ઇનેબલ કરો.
ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટ્સએપ ફોલ્ડરમાં જાઓ.
ફોલ્ડરમાં ‘મીડિયા’ ઓપ્શન પર ક્લિક કરો.
ફોલ્ડરમાં ‘Statuses’ ઓપ્શન મળશે.
અંહી તમને વોટ્સએપ સ્ટેટસ મળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્ક્રીનશૉટ લીધા વગર સેવ કરો Whatsapp સ્ટેટસ, જાણો સહેલી રીત appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/save-for-whatsappapps-without-screenshots-this-is-the-way/
via Best Gujarati News
0 Comments