હવે આ કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન વેન્ડિંગ મશીનથી ખરીદી શકશો, જાણો કયા હશે આ સુવિધા
Xiaomiએ શરૂઆતથી તેના નવા અને નવીન ઉત્પાદનથી બજારના વલણોને બદલવાનો પ્રયત્ન કર્યો છે. સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીથી ભારતીય બજારમાં તરખાટ મચાવ્યા બાદ કંપની હવે Mi Express Kiosk લઇને આવી રહી છે. Xiaomiની આ કિઓસ્ક એક વેન્ડિંગ મશીનની જેમ છે. આ વેન્ડિંગ મશીન દ્વારા, Xiaomi હવે તેના સ્માર્ટફોન વેચશે. આ મશીનથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. ગ્રાહકોને હવે Xiaomiના સ્માર્ટફોન ખરીદવા રિટેલ સ્ટોર અથવા શોરૂમ પર જવાની જરૂર રહેશે નહી. અને તેઓ સીધા વેન્ડિંગ મશીન તમારા મનપસંદ Xiaomi ફોન ખરીદી શકે છે.
Xiaomiના આ કિયોસ્ક પર પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ અને યૂપીઆઇનો ઉપયોગ કરી શકો છો. Xiaomiનું માનવું છે કે આ મશીનથી ખરીદી કરવી ગ્રાહકો માટે એક નવો અનુભવ હશે અને તે તેને ખૂબ પસંદ પણ કરશે. આ વેંડિંગ મશીનને ભારતીય બજારમાં ઇંટ્રોડ્યૂસ કરવાની સાથે જ Xiaomiએ સ્માર્ટફોન રિટેલ માર્કેટની સ્ટ્રેટેજીને બદલવાનો પ્રયત્ન કર્યો છે. વેન્ડિંગ મશીનથી ખરીદી કરવી ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક રહેશે. કંપની આ મશીન્સ દ્વારા ગ્રાહકોને તે કિંમત પર ફોન ઉપલબ્ધ કરાવશે જે કિંમત Xiaomiના હોમ સ્ટોર્સ અને વેબસાઇટ પર લિસ્ટ હશે.
Mi Express Kiosks ની સાથે Xiaomi ભારતમાં નવા રિટેલ મોડલ લાવનાર પ્રથમ કંપની બની ગઇ છે. આ મશીનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્નોલોજીને ભારતમાં ડેવલોપ કરવામાં કરવામાં આવી છે. આગામી મહિનામાઓમાં Xiaomiની તૈયારી છે કે દેશભરમાં આ મશીનને ઇંસ્ટોલ કરે. Xiaomiએ આ વેન્ડિંગ મશીન્સને સાર્વજનિક જગ્યાઓ જેમ કે ટેક પાકર્સ, મેટ્રો સ્ટેશન્સ, એરપોર્ટ અને શોપિંગ મોલમાં લગાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હવે આ કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન વેન્ડિંગ મશીનથી ખરીદી શકશો, જાણો કયા હશે આ સુવિધા appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/xiaomi-introduced-mi-express-kiosks-in-india/
via Best Gujarati News

0 Comments