WhatsAppના ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ જોખમમાં છે. હા, કેટલાક સાઇબર હુમલાખોરો આ વપરાશકર્તાઓને કોડની સહાયથી ટારગેટ કરે છે. ઇઝરાયેલી સુરક્ષા કંપની એનએસઓ જૂથ દ્વારા આ હુમલો વિકસાવવામાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે આ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાના સમાચાર પછી સોમવારે, WhatsAppના 1.5 અબજ વપરાશકર્તાઓને તેમનું WhatsApp અપડેટ કરવા જણાવ્યું હતું. આ મહિને જ સાયબર હુમલાને ડિટેક કરવામાં આવ્યો છે.

દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવતા ઇંસ્ટેટ મેસેજિંગ એપ WhatsApp માં એક ખામી જોવા મળી છે. તેના હેઠળ હેકર્સ કોઇપણ ફોનમાં રિમોટલી સેંઘ લગાવી શકે છે. રિપોર્ટ અનુસાર આ સરકારી લેવલના ટૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે કોઇપણ સરકારને આપવામાં આવે છે. WhatsApp ની આ સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને ટાર્ગેટ યૂજરના સ્માર્ટફોનને સ્પાઇવેર દ્વારા ઇનફેક્ટ કરવામાં આવી શકતો હતો. તેના માટે ફક્ત એક વોઇસ કોલની જરૂર હોય છે. ટાર્ગેટ નંબર પર વોઇસ કોલ કરીને વોટ્સઅપની ખામીનો ફાયદો ઉઠાવતાં તે મોબાઇલમાં સ્પાઇવેર ઇંસ્ટોલ કરવામાં આવી શકે છે.

કઇ રીતે કરવામાં આવે છે એટેક?
આ સાઇબર એટેક કરવામાં માટે યુઝર્સને વોઇસ કોલિંગ કરવામાં આવે છે. કોલ કરી વ્યક્તિને ફસાવી શકાય છે. જો કોઇ કોલ રિસિવ ના કરે તો સોફ્ટવેર પોતાની મેળે ઇન્સ્ટોલ થઇ જાય છે. ત્યારે કોલ પોતાની જાતે કોલ લોગમાંથી ગાયબ થઇ જશે.

સૌથી વધુ ગંભીર એ છે કે આ ખામીનો ફાયદો ઉઠાવનાર હેકર ડાયરેક્ટ ટાર્ગેટ સ્માર્ટફોનને પોતાના કંટ્રોલમાં લઇ શકે છે અને તેના માટે ટાર્ગેટને સ્માર્ટફોનમાં કંઇપણ કરવાની જરૂર નથી. આમ કરીને હેકર સંભવિત રીતે ચેટ્સ, કોલ, માઇક્રોફોન, કેમેરા, ફોટો અને કોન્ટેક્સ સહિત સ્માર્ટફોનમાં ઉપલબ્ધ સંવેદનશીલ ડેટાને એક્સેસ કરી શકે છે. WhatsApp એ પોતે સ્વિકાર્યું છે કે ચેટ એપની આ ખામીના લીધે ફક્ત વોટ્સઅપમાં મિસ્ડ કોલ કરીને તેને સ્પાઇવેરથી ઇન્ફેક્ટ કરવામાં આવી શકે છે. પરંતુ હવે તેને ફિક્સ કરી લેવામાં આવ્યો છે એટલે હવે આ ખામી વોટ્સઅપમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post WhatsApp વાપરનારાઓ માટે ખતરાની ‘ઘંટી’, હેક થઇ રહ્યાં છે એકાઉન્ટ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/whatsapp-discovers-targeted-surveillance-attack/
via Best Gujarati News

0 Comments