ઇન્ટરનેટ વગર આ રીતે ઉપયોગ કરો Google Maps, જાણવા કરો ક્લિક
જો તમે ક્યાંય ફરવા જઇ રહ્યા તો ગૂગલ મેપ્સ તમને ખૂબ મદદરૂપ થાય છે. તેના દ્વારા તમે રસ્તાની જાણકારી લઇ શકો છો. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. પરંતુ, દરેક જગ્યાએ ઇન્ટરનેટ સર્વિસ યોગ્ય રીતે કામ કરે તે જરૂરી નથી. તેનું પરિણામ એવું હોય છે કે નેટ બંધ થતા જ તમે વચ્ચે અટકાઇ શકો છો.
પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે ગૂગલે તેની આ એપમાં તમારા માટે એક સુવિધા પણ આપી છે તમે આમ મેપ્સના ફીચરને ઓફલાઇન પણ ઉપયોગ કરી શકો છો. તમે કોઇપણ એરિયાના મેપનો આ એપમાં ડાઉનલોડ કરી શકો છો. જેથી ઇન્ટરનેટ વગર પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઇન્ટરનેટ વગર ગૂગલ મેપ્સનો ઉપયોદ કરી શકાય.
એન્ડ્રોયડ ડિવાઇસ માટે ઓફલાઇન મેપ આ રીકે કરો ડાઉનલોડ
– તમારા એન્ડ્રોયડ ફોન કે ટેબલેટ પર ગૂગલ મેપ એપ ઓપન કરો.
– ઇન્ટરનેટથી કનેક્ટ રહેતા ગૂગલ મેપમાં સાઇન-ઇન કરો.
– જે જગ્યા પર તમારે જવું છે તે જગ્યાને સર્ચ કરો.
– ખાસ જગ્યા કે એડ્રેસને સર્ચ કર્યા બાદ ડાઉનલોડ ઓફલાઇન મેપ પર ટેપ કરો.
iOS પર ઓફલાઇન મેપ આવી રીતે કરો ડાઉનલોડ
– તમારા iPhone કે iPad પર ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.
– આ સમયે તમારી ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટ થવું જોઇએ અને તમે ગૂગલ મેપ્સમાં સાઇન-ઇન કરો.
– જે શહેરમાં કે જે જગ્યા તમારે જવું છે તેને સર્ચ કરો.
– સૌથી નીચે તે ખાસ જગ્યાનું નામ કે એડ્રેસ લખો અને More પર ટેપ કરો.
– તે બાદ Download offline Mapને સિલેક્ટ કરો.
આ રીતે ઓફલાઇન મેપ ડાઉનલોડ કર્યા બાદ તમે ઇન્ટરનેટ કનેક્શન ન હોય કે સ્લો થવા પર પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો. આ સુવિધાથી તમે ડાઉનલોડ કરેલા મેપનો ઉપયોગ એજ રીતે કરી શકશો જે રીતે ઇન્ટરનેટ કનેક્શન ચાલું રહેવા પર કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇન્ટરનેટ વગર આ રીતે ઉપયોગ કરો Google Maps, જાણવા કરો ક્લિક appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/technology-learn-how-to-use-offline-google-maps/
via Best Gujarati News
0 Comments