ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર તો બીજી તરફ લાખો લીટરનો વેડફાટ
ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠ્યો છે અને બીજી તરફ પાણીની પાઇપ લાઇન તૂટતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, અને તંત્ર આ સમસ્યાને નિવારવા માટે ઊંધે માથે થઈ રહ્યું છે, જ્યારે સામે ધોરાજીની પ્રજાને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ધોરાજી શહેરને ફોફળ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે, ફોફળ ડેમમાં હાલ 8 ફૂટ જેટલું પાણી અને આ પાણી ધોરાજી નગર પાલિકા દ્વારા ખેંચીને પાણી પૂરું પાડવામાં આવે છે, આ માટે ફોફળ ડેમમાંથી મુખ્ય પાઇપલાઇન ધોરાજી સુધી નાખવામાં આવી છે, ધોરાજી નગરપાલિકા દ્વારા એક તરફ પાણી પુરુ આપવામા આવતું નથી ત્યારે ધોરાજી સુધી પાણી પોહચડતી મુખ્ય પાઇપ લાઇનમાં છેલ્લા બે દિવસ થઈ ભંગાણ છે. આ પાઇપ લાઇન ઉપર મુકવામાં આવેલ મુખ્ય વાલ્વ તૂટેલ હોય બે દિવસથી પાઇપ લાઇનમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને તંત્ર હાથ ઉપર રાખીને બેઠું છે. હજુ સુધી કોઈ પણ જાતની રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી, અને પાણી બેફામ રીતે વહી જઇ રહ્યું છે, સાથે સાથે જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે પણ ડોળું અને પીવા લાયક નહીં હોવાની ફરિયાદ ઉઠી છે.
ધોરાજીને પૂરૂં પડતા ફોફળ ડેમની પાઇપ અને મુખ્ય વાલ્વમાં થયેલ ભંગાણના પગલે ધોરાજીને પીવાના પાણીની કિલ્લત સર્જાવવાની શક્યતા છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા બધું સલામત હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. અને ધોરાજીમાં વારંવાર થતા પાણી પાઇપ લાઈનોમાં ભંગાણએ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે અને નગરપાલિકા આ સામે તાત્કાલિક પગલાં લઈને ધોરાજીને પાણીની કોઈ સમસ્યા નહીં રહે તેવું રટણ કરી રહી છે.
એક તરફ પાણીનો પોકાર અને એક તરફ વેડફાટ થઈ રહ્યો છે ત્યારે ધોરાજીને પ્રજાની ખરેખર જ્યારે પાણીની જરૂર પડશે ત્યારે ભાદર બેનું પ્રદુષિત પાણી પીવાનો સમય આવશે તે ચોક્કસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર તો બીજી તરફ લાખો લીટરનો વેડફાટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-dhoraji-dam-millions-of-liters-of-water-destroy/
via Best Gujarati News

0 Comments