અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સાવકા પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી 14 વર્ષની કિશોરી સુરત આવી પોહચતાં લોકોએ તેની મદદ કરી હતી અને મહિલાઓએ પીડિતાને સખી સ્ટોપ સેન્ટરનાં હવાલે કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં માતા-પિતા, 3 બહેન અને એક ભાઈ સાથે રહેતી પુત્રી પર સાવકા પિતાએ માતાની ગેરહાજરીમાં 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાવકો પિતા દિકરી અને તેની બહેન સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. સાવકા પિતાથી કંટાળીને પીડિતા અમદાવાદથી સુરતની ટ્રેનમાં સવાર થઇ ગઇ હતી. જોકે, ટ્રેનમાં મહિલાઓ દ્ગારા પુછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો. અને બાદમાં મહિલાઓએ પીડિતાને સખી સ્ટોપ સેન્ટરને હવાલે કરી હતી.

તમને જણાવી દઇએ કે, પીડિત બાળકી મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાની રહેવાસી છે. તે અમદાવાદમાં માતા-પિતા, 3 બહેન અને એક ભાઈ સાથે રહે છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સુરત સિવિલમાં પીડિત કિશોરીની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માતાની ગેરહાજરીમાં સાવકા પિતાએ 14 વર્ષની દીકરીને પીંખી નાંખી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-motehr-absent-father-rape-daughter/
via Best Gujarati News

0 Comments