અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ, કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને મળ્યા
કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. એ પછી અધ્યક્ષે છ જેટલા વાંધા કાઢી ૧૫ દિવસમાં ખુલાસો કરવા કોંગ્રેસને જણાવ્યું હતું.
જોકે રજિસ્ટર એડીથી કે અન્ય કોઈ મારફત મોકલેલો પત્ર છ દિવસ થયા પછી પણ મળ્યો ન હોવાનો દાવો વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે કર્યો છે. સાથે જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ કરી છે.
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભા અધ્યક્ષને આજે મળ્યા હતાં. અને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, 8મેંએ મને મોકલેલી અરજી હજી સુધી મળી નથી. મહત્વની અરજીની નકલ મને મળી નથી અને અધ્યક્ષ દ્વારા આજે મને અરજીની નકલ આપવામાં આવી છે. ક્ષતિમાં પાના નંબર, એફિડેવિટના મુદ્દા હતા. પાના નંબર પર સહી, એફિડેવિટમાં તારીખ નથી.
અશ્વિન કોટવાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભાના સચિવ ડી.એમ પટેલને મળવા હું ગયો હતો. અને ભારતના બંધારણના કાયદા પ્રમાણે અલ્પેશ ઠકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરી હતી. આ અંગે અમે પ્રદેશ પ્રમુખ વિપક્ષ નેતા વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. અને અમે અલ્પેશ વિરૂદ્ધ ધારાસભ્ય રદ્દ કરવા માટે કરેલ અરજીના આજે 15 તારીખ થઈ સાત દિવસ વીતી ચુક્યા છે છતા અમને તેની નકલ મળી નથી.
કોટવાલે વિધાનસભા સચીવને આડકતરી રીતે એવું પણ પૂછ્યું હતું કે, અલ્પેશ ઠાકોરવાળી અરજી ટપાલ દ્વારા મોકલી છે કે માલગાળામાં મોકલી છે. કારણ કે, 7 દિવસ વિતી ગયા છતા આ અરજી અમને મળી નથી. અલ્પેશ ઠાકોર વિશે અશ્વિન કોટવાલે કહ્યું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય એ હોદ્દો નથી પદ છે. એક દાખલો આખા દેશમાં બેસે તે જરૂર છે. અલ્પેશને કોંગ્રેસમાંથી બરતરફ કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ, કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને મળ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakore-mla-issue-the-congressional-assembly-speaker/
via Best Gujarati News
0 Comments