। નવી દિલ્હી ।

એનડીએને બહુમતી આપતા એક્ઝિટ પોલની વણઝાર પછી ઇવીએમ પર એકજૂથ થઈ ગયેલા વિપક્ષને મંગળવારે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ તરફથી કોઈ રાહત મળી નહોતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે વીવીપીએટીની ૧૦૦ ટકા સ્લીપની ઇવીએમ સાથે મેળવણી કરવાની કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની વેકેશન બેન્ચે ચેન્નઈ સ્થિત ટીચ ફોર ઓલ નામની સંસ્થાની જાહેર હિતની અરજી નકારી કાઢતાં જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની લાર્જર બેન્ચે આ મામલામાં આદેશ જારી કરી દીધો છે. શા માટે તમે હવે બે જજની વેકેશન બેન્ચ સમક્ષ રજૂઆત કરી રહ્યાં છો. અમે ચીફ જસ્ટિસે આપેલા આદેશની ઉપરવટ જઈ શક્તાં નથી. આ પ્રકારની અરજીઓ સુનાવણી માટે લાવવામાં આવે છે તે જ એક બકવાસ છે. અરજી નકારી કાઢવામાં આવે છે. જાહેર હિતની અરજીને ત્રાસદાયક ગણાવતા બેન્ચે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારની અરજીઓ પર વારંવાર સુનાવણી કરવાના નથી. તમે લોકોને તેમના પ્રતિનિધિઓ ચૂંટવા આડે અવરોધ ન બનો. દેશને તેની સરકાર ચૂંટવા દો. બીજીતરફ ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં ઇવીએમ સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની વાત પણ ચૂંટણીપંચે ફગાવી દીધી હતી.

ઇવીએમ પર ૨૪ કલાકનો પહેરો : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મતદાનમાં ઉપયોગમાં લેવાયેલા તમામ ઇવીએમ અને વીવીપીએટી રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કરી સુરક્ષિત રખાયાં છે. તેની વીડિયોગ્રાફી પણ કરાઈ છે. ચાંપતી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે. તે ઉપરાંત સીએપીએફની સુરક્ષા આપવામાં આવી છે. ઉમેદવારોને સ્ટ્રોંગ રૂમ પર તેમના પ્રતિનિધિઓ દ્વારા ૨૪ કલાક નજર રાખવાની પરવાનગી અપાઈ છે.

ઇવીએમની હેરફેરના વીડિયો બહાર આવ્યો

ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં ઇવીએમ સાથે ચેડાં થઈ રહ્યાં છે અથવા તો ખાનગી વાહનોમાં હેરફેર કરવામાં આવી રહી હોવાની વીડિયો ક્લિપ્સ ફરતી થતાં ઇવીએમની સુરક્ષા સવાલોના ઘેરામાં આવી ગઈ છે. યુપીના ચંદોલીમાં ઇવીએમ એક રૂમમાં મુકાતા હોવાનો વીડિયો જારી કરી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, મતદાનના એક દિવસ પછી શા માટે ઇવીએમ અહીં લાવવામાં આવ્યાં છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૦૦ ટકા VVPAT સ્લીપ EVM સાથે સરખાવવાની વિપક્ષની અરજી ફગાવાઈ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/100-percent-vvpat-slip-with-evm-compare/
via Best Gujarati News

0 Comments