ચૂંટણી પંચ EVM ચેડા પરનો ગૂંચવડો દૂર કરે : પ્રણવ મુખરજી
। નવી દિલ્હી ।
EVM વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ ઝુકાવ્યું છે. પ્રણવ મુખરજીએ EVM ચેડાના વિપક્ષોના આક્ષેપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક નિવેદન જારી કરીને મુખરજીએ જણાવ્યું કે જનાદેશ સંદેહથી પર હોવો જોઈએ. જનાદેશ અતિ પવિત્ર છે અને નાની અમથી શંકાથી પણ પર હોવો જોઈએ. એવી અટકળબાજીઓ માટે કોઈ સ્થાન ન હોઈ શકે, જે આપણી લોકશાહીના મૂળ આધારને પડકાર આપતી હોય. તેમણે કહ્યું કે જનાદેશ પવિત્ર છે અને તે દરેક પ્રકારના સંદેહથી પર હોવો જોઈએ.
હું આપણી સંસ્થાઓમાં માનું છું. આ મારો અંગત અભિપ્રાય છે. ચૂંટણી પંચે આ મુદ્દે ફોડ પાડવો જોઈએ.મુખરજીએ EVM ચેડાને મતદાતાઓ સાથે ચેડા તરીકે સરખાવ્યા હતા. મુખરજીએ કહ્યું કે સંસ્થાકીય એકતા સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચની કસ્ટડીમાં રહેલા EVMની સુરક્ષા અને સલામતીની પૂરી જવાબદારી પંચની છે.
ચૂંટણી પંચે ચૂંટણી સારી રીતે પાર પાડી
પ્રણવ મુખરજીએ ચૂંટણી પંચના વખાણ પણ કર્યા હતા. દિલ્હીમાં સોમવારે એક પુસ્તકના વિમોચનમાં તેમણે કહ્યું કે ચૂંટણીની પ્રક્રિયા શાનદાર રીતે પૂરી થઈ છે. પહેલા ચૂંટણી કમિશનરથી માંડીને હાલના ચૂંટણી કમિશનર કાર્યકાળમાં પણ તે સારી રીતે કામ કરી રહ્યું છે. મુખરજીએ કહ્યું કે જો લોકશાહી આગળ વધી હોય તો તેનું મોટું શ્રેય ચૂંટણી પંચને ફાળે જાય છે. ચૂંટણી પંચે તેનું કામ સારી રીતે કર્યું છે. સુકુમાર જૈને પણ તેમનું કામ સારી રીતે પાર પાડયું છે. વિપક્ષો ઈવીએમના ચેડાનો આક્ષેપો કરી રહ્યાં છે તેનું વહેલી તકે નિરાકરણ આવવું જરૂરી છે. ચૂંટણી પંચે આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરીને તે અંગેની ગૂંચવણો દૂર કરી નાખવી જોઈએ. રાહુલ ગાંધીએ પણ ચૂંટણીપંચની નિષ્પક્ષકતા પર સવાલ ઉઠાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચૂંટણી પંચ EVM ચેડા પરનો ગૂંચવડો દૂર કરે : પ્રણવ મુખરજી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/election-commission-evm-compromise-on-the-knuckles/
via Best Gujarati News
0 Comments