કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન UN કાઉન્સિંલિંગથી ભારત નારાજ
। નવી દિલ્હી ।
જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનના કથિત આરોપો પરના જિનીવા સ્થિત માનવ અધિકાર કાઉન્સિલના અહેવાલ પર રોષે ભરાયેલી ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રની આ માનવ અધિકાર એજન્સી સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રની આ માનવ અધિકાર સંસ્થાને સ્પષ્ટ જણાવી દીધું છે કે, ભારત હવે માનવ અધિકાર કાઉન્સિલના વિશેષ પ્રતિનિધિઓને કોઈ પ્રકારના જવાબ આપશે નહીં અને મદદ પણ કરશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનો રિપોર્ટે એવા સમયે આવ્યો છે જ્યારે જમ્મુ-કાશ્મીરની બે એનજીઓ દ્વારા કાશ્મીરીઓ પર અત્યાચાર અંગેના કથિત કેસો પર શ્રીનગર ખાતે રિપોર્ટ જારી કરાયા હતા. એનજીઓના આ રિપોર્ટને યુએનએચઆરસીના પૂર્વ પ્રતિનિધિએ પણ સ્વીકૃતિ આપી હતી.
ન્યાય પ્રક્રિયા વિના જ સજા, અત્યાચાર અને આરોગ્યના અધિકારો પરના વિશેષ પ્રતિનિધિઓ આગ્નેસ કાલામાર્ડ, દાઇનિયસ પુરાસ અને નિલ્સ મેલ્ઝરે જૂન ૨૦૧૮માં માનવ અધિકાર હાઇ કમિશનરની કચેરીને સોંપેલા રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં વર્ષ ૨૦૧૮માં માનવ અધિકાર ઉલ્લંઘનના ૧૩ કેસોનો ઉલ્લેખ કરાયો છે.
ભારત સરકાર માનવ અધિકાર પ્રતિનિધિઓને કાશ્મીર મુલાકાતની પરવાનગી આપતી નથી : યુએન
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારત ઘણા બધા કરારો સાથે સંકળાયેલો છે. ૨૦૧૧માં વિશેષ પ્રતિનિધિઓને કાશ્મીર મુલાકાતની પરવાનગી આપવાનો કરાર ભારતે કર્યો હતો. પરંતુ હજુ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત માટેની ૨૦ જેટલી અરજીઓને મંજૂરી આપી નથી. ૨૦૧૬-૧૮ વચ્ચે માનવ અધિકાર પરિષદ દ્વારા ભારત સરકારે ૫૮ પત્ર લખાયા પરંતુ તેનો કોઈ જવાબ અપાયો નથી. ભારતે આરોપ મૂક્યો છે કે માનવ અધિકાર હાઇ કમિશનર ઝૈદ રાડ અલ હુસેન પક્ષપાતથી ભારત સામે પગલાં લઈ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન UN કાઉન્સિંલિંગથી ભારત નારાજ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kashmiri-human-rights-ul/
via Best Gujarati News
0 Comments