। નવી દિલ્હી ।

લોકસભાની ચૂંટણીનાં પરિણામો ગુરુવારે જાહેર થવાનાં છે તે પહેલા EVM – VVPAT ની સુરક્ષા અને EVM સાથે છેડછાડ થયાની આશંકા સાથે દેશનાં ૨૨ રાજકીય પક્ષનાં નેતાઓ મંગળવારે ચૂંટણીપંચને મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ મત ગણતરી પહેલા VVPAT સ્લીપોની ગણતરી કરવાની માગણી કરી હતી. ચૂંટણી પંચે વિપક્ષોને આશ્વાસન આપ્યું હતું કે સ્ટ્રોંગ રૂમમાં તમામ EVM સુરક્ષિત છે તેની પર ૨૪ કલાક સીસીટીવી કેમેરા અને સુરક્ષા જવાનો દ્વારા નજર રખાઈ રહી છે. આથી EVM સાથે ચેડાં થવાની કોઈ શક્યતા નથી. EVM – VVPAT મામલે બુધવારે ચૂંટણી પંચની મહત્વની બેઠક યોજાવાની છેે.

વિપક્ષોએ ગણતરી ખોટી ઠરે તો વિધાનસભા ક્ષેત્રનાં તમામ કેન્દ્રોની સ્લિપ મેળવવા માગ કરી

વિપક્ષોએ માગણી કરી હતી કે, કોઈ એક બૂથ પર VVPAT સ્લીપોની મેળવણી યોગ્ય ન ઠરે તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રનાં તમામ મતદાન કેન્દ્રોની VVPAT સ્લીપોની ગણતરી કરવામાં આવે અને પછી તેને જે તે EVM સાથે મેળવવામાં આવે.

ચૂંટણી પંચે કહ્યું કે સ્ટ્રોંગરૂમમાં તમામ EVM સલામત છે

ચૂંટણીપંચે મંગળવારે નિવેદન જાહેર કર્યું હતું કે, સ્ટ્રોંગરૂમમાં તમામ EVM સુરક્ષિત છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા વોટિંગ મશીનોની અદલાબદલી કરવામાં આવી હોવાની વિપક્ષોની આશંકાને પંચે ફગાવી હતી. પંચે કહ્યું કે આવી ફરિયાદો આધારહીન અને ખોટી છે. પંચે કહ્યું કે સ્ટ્રોંગ્સ રૂમ પર ૨૪ કલાકનો પહેરો હોવાથી છેડછાડની વિપક્ષની આશંકા તદ્દન ખોટી છે. ઈવીએમની સુરક્ષા માટેના તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મત ગણતરી પહેલાં VVPAT સ્લિપો ગણવાની માગ, EVM સુરક્ષિત : પંચ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/vote-count-before-vvpat-slip-count/
via Best Gujarati News

0 Comments