રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધારે આવક રળતી કંપની બની
મુંબઈ :
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની ટોચની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલને પછાડીને દેશની સૌથી વધુ વાર્ષિક રેવન્યૂ ધરાવતી કંપની બની છે. ૩૧ માર્ચનાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૧૮- ૧૯માં રિલાયન્સની રેવન્યૂ રૂ. ૬.૨૩ લાખ કરોડ થઈ હતી જ્યારે આઈઓસીની રેવન્યૂ રૂ. ૬.૧૭ લાખ કરોડ નોંધાઈ હતી. આમ આઈઓસી કરતા રિલાયન્સની રેવન્યૂ રૂ. ૬૦૦૦ કરોડ વધારે હતી.
રિલાયન્સનો વાર્ષિક નફો ૧૩ ટકા વધીને ૩૯,૫૮૮ કરોડ થયો
વર્ષ ૨૦૧૮-૧૯માં રિલાયન્સ દેશની સૌથી મોટી વધુ નફો કરનારી કંપની બની હતી. આખા વર્ષમાં તેનો નફો રૂ. ૩૯, ૫૮૮ કરોડ થયો હતો જ્યારે આઈઓસીનો નફો રૂ. ૧૭,૨૭૪ કરોડ થયો હતો. આમ આઈઓસી કરતા રિલાયન્સનો નફો બમણો થયો હતો.
રિલાયન્સનો બિઝનેસ ૪૪ ટકા વધ્યો
રિલાયન્સના રિફાઈનિંગ ર્માિજનમાં વધારો તેમજ ઝડપથી વધી રહેલા રિટેલ બિઝનેસને કારણે રિલાયન્સે ૨૦૧૮ – ૧૯માં બિઝનેસમાં ૪૪ ટકાનો વધારો થયો હતો. જ્યારે આઈઓસીનો બિઝનેસ ૨૦ ટકા વધ્યો હતો.
માર્કેટ કેપમાં રિલાયન્સ દેશની નંબર વન કંપની
રેવન્યૂ અને પ્રોફિટ ઉપરાંત માર્કેટ કેપમાં પણ રિલાયન્સ દેશની નંબર વન કંપની છે. રિલાયન્સનું હાલનું માર્કેટ કેપ રૂ. ૮.૪૯ લાખ કરોડ થયું હતું જ્યારે ટીસીએસ બીજા નંબરે હતી. તેનું માર્કેટ કેપ રૂ. ૭.૯૧ લાખ કરોડ થયું હતું. રિલાયન્સ પાસે રૂ. ૧.૩૩ લાખ કરોડની કેશ રિઝર્વ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધારે આવક રળતી કંપની બની appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%9d-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6/
via Best Gujarati News
0 Comments