અનિલ અંબાણીએ રાફેલ ડીલ મામલે કોંગ્રેસને આપી રાહત, 5000 કરોડનો માનહાનિનો કેસ પરત લેશે
લોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ થતાં જ રિલાયન્સના અનિલ અંબાણીએ એક મોટો નિર્ણય લીધો છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૃપે નિર્ણય કર્યો છે કે, રાફેલ ડીલ પર એક લેખને લઈ કોંગ્રેસ નેતાઓ અને નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપર વિરુધ્ધ દાખલ માનહાનિનો કેસ પરત લેવામાં આવશે. રિલાયન્સ ગ્રૃપે 5000 કરોડની માનહાનિનો કેસ કર્યો હતો. અને આ કેસ અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાફેલ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. રિલાયન્સ ગ્રૃપના વકીલ રશેષ પારિખે કહ્યું કે, હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાંછે. તેઓએ આ બાબતની જાણકારી નેશનલ હેરાલ્ડને આપી દીધી છે. નેશનલ હેરાલ્ડના વકીલ પી એસ ચંપાનેરીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રૃપના વકીલે સૂચના આપી છે કે તેઓ કેસ પરત લઈ રહ્યા છે.
ચંપાનેરીએ કહ્યું કે, કેસને પરત લેવાની ઔપચારિક પ્રક્રિયા કોર્ટમાં ગરમીની રજાઓ સમાપ્ત થયા બાદ શરૂ થશે. નેશનલ હેરાલ્ડે રાફેલ વિમાન ડીલને લઈને એક લેખ છાપ્યો હતો. જેને વિશ્વદીપક નામના પત્રકારે લખ્યો હતો. રિલાયન્સે પત્રકાર વિશ્વદીપક અને તેના સંપાદક જફર આગાની સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસ 16 ઓગસ્ટ 2018ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.
અખબારના છપાયેલાં લેખનું શીર્ષક હતું, અનિલ અંબાણીએ મોદી દ્વારા ડિફેન્સ ડીલની ઘોષણાના માત્ર 10 દિવસ પહેલાં બનાવી હતી રિલાયન્સ ડિફેન્સ. રિલાયન્સે પોતાની પિટિશનમાં આરોપ લગાવ્યો હતો કે, લેખનું શીર્ષક જૂઠું અને અપમાનજનક છે. અરજીમાં કહ્યું હતું કે, આ લેખ રિલાયન્સ ગ્રૃપની નકારાત્મક છબી પેશ કરે છે, અને અનિલ અંબાણીની છબીને નુકસાન પહોંચાડે છે. તેના વળતર માટે 5000 કરોડ રૂપિયા આપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અનિલ અંબાણીએ રાફેલ ડીલ મામલે કોંગ્રેસને આપી રાહત, 5000 કરોડનો માનહાનિનો કેસ પરત લેશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/anil-ambani-withdraw-defamation-suits-against-congress/
via Best Gujarati News
0 Comments