અમિત શાહના ડિનરમાં પહોંચ્યા PM મોદી, NDA નેતાઓએ કર્યું સ્વાગત
લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. આજે વડા પ્રધાન મોદીએ એનડીએના સહયોગી પાર્ટીઓ સાથે બેઠક કરી હતી. અને બાદમાં રાત્રે 8 વાગ્યે પીએમ મોદી તમામ સાથી પક્ષોને દિલ્હીની અશોકા હોટેલમાં ડિનર આપ્યું હતું.
Delhi: Visuals from Ashoka Hotel where NDA leaders dinner is underway. PM Narendra Modi felicitated by alliance leaders pic.twitter.com/63apZhSGNG
— ANI (@ANI) May 21, 2019
અશોકા હોટેલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. જે બાદ સાથી પક્ષોએ તેમનું ફૂલોનો હાર પહેરાવી શાનદાર સ્વાગત કર્યું હતું.
Delhi: Prime Minister Narendra Modi arrives at Ashoka Hotel for NDA leaders dinner pic.twitter.com/x61nLViT6O
— ANI (@ANI) May 21, 2019
ડિનર માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા.
Delhi: Shiv Sena Chief Uddhav Thackeray and Bihar Chief Minister Nitish Kumar arrive at Ashoka Hotel for NDA leaders dinner pic.twitter.com/V8eynhA42I
— ANI (@ANI) May 21, 2019
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી એનડીએના નેતાઓ માટે યોજવામાં આવેલી ડિનર પાર્ટીનું મેનુ સામે આવ્યું છે. દિલ્હીની અશોકા હોટલમાં આયોજીત થનારી આ ડિનર પાર્ટીમાં 35 પ્રકારના વ્યંજન પિરસવામાં આવશે. ડિનરમાં જુદા-જુદા રાજ્યોના એનડીએના નેતાઓ હાજરી આપશે. માટે જે તે રાજ્યોના વ્યંજનો પણ આ મેનુમાં શામેલ કરવામાં આવ્યા છે.
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએ પુર્ણ બહુમત સાથે સત્તા વાપસી કરશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હવે 23મેના રોજ આવનાર ચૂંટણી પરિણામ પર સૌ કોઈની નજર છે. પણ એનડીએનાં દળોના ચહેરા પર જીતની ખૂશી આ બેઠકમાં જ છલકી આવી હોય તેવું જણાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમિત શાહના ડિનરમાં પહોંચ્યા PM મોદી, NDA નેતાઓએ કર્યું સ્વાગત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/prime-minister-narendra-modi-at-ashoka-hotel-for-nda-leaders-dinner/
via Best Gujarati News
0 Comments