યુવકની શર્મનાક હરકત, ગૌશાળામાં ગાયો પર કરતો હતો ગંદુ કામ
ઉત્તર પ્રદેશની ધર્મનગરી અયોધ્યામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌશાળામાં એક વ્યક્તિ ગાયો સાથે દુષ્કર્મ આચરતો હતો. આ શખ્સની સમગ્ર કરતૂત ગૌશાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના અયોધ્યાના કરતાલિયા બાબા આશ્રમની છે.
મંદિરના મહંત રામદાસને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ ગૌશાળામાં આરોપી પર નજર રાખવા લાગ્યા હતા. જ્યારે આરોપી રાજકુમાર ગૌશાળામાં ગાયો સાથે કુકર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ મહંતે તેને દબોચી લીધો હતો.
આ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગૌશાળામાં સાત ગાયો બેસેલી હતી. ત્યારે આરોપી એક બાદ એક ગાય સાથે બદકામ કરી રહ્યો હતો.
આરોપીને રંગેહાથે ઝડપી લીધા બાદ તેને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો હતો. જે બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી સરયૂ નદીના કિનારે નયાઘાટ ક્ષેત્રમાં એકલો રહેતો હતો.
આ અંગે આરોપીએ કહ્યું કે, તે શરાબના નશામાં હતો અને તેણે શું કર્યું તે અંગે ભાન નથી. બસ મને એટલી ખબર છે કે, પોલીસે અને લોકોએ મને બહુ માર માર્યો. તો આ ઘટના સામે આવતાં ગૌશાળાના મહંત રડી રડીને ખરાબ હાલ થઈ ગયા હતા.
આ અંગે અયોધ્યાના એસએસપી જોગેન્દ્ર કુમારે કહ્યું કે, આરોપીની ધરપકડ કરી તેના વિરુધ્ધ કલમ 376, 511 અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુવકની શર્મનાક હરકત, ગૌશાળામાં ગાયો પર કરતો હતો ગંદુ કામ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/uttar-pradesh-man-held-for-raping-cows-in-cow-shelter/
via Best Gujarati News

0 Comments