કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, ઉત્તર ભારતીય મતદાતાઓ ‘અભણ’
લોકસભાની ચૂંટણી સમીસૂતરી પાર પડી ગઈ છે. હવે દેશ આખો પરિણામો અને કોની સરકાર બનશે તેની રાહ જોઈ રહ્યો છે. 23મીએ આ આતુરતાનો પણ અંત આવી જશે. પરંતુ પરિણામો પહેલા સામે આવેલા મોટા ભગાના એક્ઝિટ પોલમાં દેશની સત્તાનું સુકાન ફરી એકવાર નરેન્દ્ર મોદીના હાથમાં જતુ દર્શાવવામાં આવી રહ્યું છે. એનડીએએ પણ ફરી એકવાર સત્તામાં આવવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. પરંતું કોંગ્રેસના નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
એક્ઝિટ પોલથી સમસમી ઉઠેલા કોંગ્રેસના પ્રવક્તા અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએના પેનલિસ્ટ શમા મોહમ્મદે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. શમા મોહમ્મદે ઉત્તર ભારતના મતદાતાઓને ‘ઓછુ ભણેલા અને સરળતાથી કોઈ પણ પક્ષનો મૂડ દર્શાવનારા’ ગણાવ્યા છે.
એક ટીવી ડિબેટ દરમિયાન શમા મોહમ્મદે દાવો કર્યો હતો કે, ઉત્તર ભારતીય મતદાતાઓ ઓછા ભણેલા છે. જે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રચારથી ખુબ જ સરળતાથી ભોળવાઈ ગયા અને સરળતાથી તેમના તરફ વળી પણ ગયા. તેમણે દાવો કર્યો હતો કે, ઉત્તર ભારતના મતદાતાઓ દક્ષિણ ભારતીયની સરખામણીએ ઓછુ ભણેલા છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર ભારતના લોકો વોટ્સએમ મેસેજ અને બાલાકોટ એર ટ્રાઈકની વાતો અને પ્રચારમાં ખુબ જ આસાનીથી ભોળવાઈ ગયા હોવાના સંકેત્ત મળે છે.
કોંગ્રેસ પ્રવક્તાના આ નિવેદનનો દેશની સૌથી જુની પાર્ટીનું અભિમાન દેખાડે છે. ઉલ્લેખનીય છે કે, એક્ઝિટ પોલમાં હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે આ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ એકદમ ખરાબ દર્શાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, ઉત્તર ભારતીય મતદાતાઓ ‘અભણ’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/north-indian-voters-were-more-pliable-and-less-educated-shama-mohamed/
via Best Gujarati News
0 Comments