લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. આજે વડા પ્રધાન મોદીએ એનડીએના સહયોગી પાર્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં એનડીએના તમામ પક્ષો ખુશીમાં જણાતાં હતા, જાણે કે તેમને અનુમાન હોય કે ચૂંટણીના પરિણામમાં એનડીએ જ ફરીથી સત્તા પર આવશે. સાંજે ચા બાદ રાત્રે 8 વાગ્યે પીએમ મોદી તમામને શાનદાર દાવત આપવા જઈ રહ્યા છે.

બેઠકમાં સામેલ થવા આવેલાં પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરાયું હતું. તમામ એક્ઝિટ પોલમાં આવશે તો મોદી જ તેવું અનુમાન કરવામાં આવ્યું છે. એક્ઝિટ પોલના આ સંકેત બાદ પીએમ મોદી, અમિત શાહ સહિત એનડીએના તમામ પક્ષોને જીતનો આત્મવિશ્વાસ આવી ગયો છે. બીજેપી મુખ્યાલયમાં પ્રવેશ કર્યા બાદ અમિત શાહે પીએમ મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જે બાદ એનડીએના તમામ પક્ષોએ બૂકે આપીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

ગૃહમંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રામ વિલાસ પાસવાન, હરસિમરત કૌર, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓએ પીએમ મોદીને શાલ ઓઢાડી બૂકે ભેટ કર્યું હતું. જે બાદ પીએમ મોદીને ફૂલોનો મોટો હાર પહેરાવ્યો હતો.

આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએ પુર્ણ બહુમત સાથે સત્તા વાપસી કરશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હવે 23મેના રોજ આવનાર ચૂંટણી પરિણામ પર સૌ કોઈની નજર છે. પણ એનડીએનાં દળોના ચહેરા પર જીતની ખૂશી આ બેઠકમાં જ છલકી આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જશ્નના મૂડમાં NDA, વિજેતાના અંદાજમાં સાથીઓએ કર્યું પીએમ મોદીનું શાનદાર સ્વાગત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-met-union-council-of-ministers-ahead-of-lok-sabha-result/
via Best Gujarati News

0 Comments