EVM મામલે ઈશારા ઈશારામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેન્દ્ર સરકાર પર માર્યો ટોણો
લોકસભાના ચૂંટણી પરિણામો પહેલા જ સામે આવેલા એક્ઝિટ પોલ બાદ વિરોધ પક્ષના ઈવીએમ સાથે કથિત છેડછાડના ગંભીર પ્રકારના આરોપો લગાવીને ભારે ધમપછાડા કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટની અનેકવાર ટકોર બાદ પન મંગળવારે દિલ્હીમાં 19 વિરોધપક્ષના નેતાઓએ ઈવીએમના મુદ્દે બેઠક કરીને ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
પ્રણવ મુખરજીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ઈવીએમ કે જે ECIની કસ્ટડીમાં છે, તેની રક્ષા અને સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે.
લોકસભા ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમ વિવાદ પર કહ્યું હતું કે, હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના અહેવાલો પર ચિંતિત છું. આપણા લોકતંત્રના મૂળ આધારને જે પડકારે છે તેવી અટકળોને કોઈ જ સ્થાન ના હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, જનાદેશ પવિત્ર છે અને તે દરેક પ્રકારે શંકાથી ઉપર હોવો જોઈએ.
Former President Pranab Mukherjee issues statement, says ' Onus on ensuring institutional integrity in this case(security of EVMs) lies with the Election Commission, they must do so and put all speculations to rest' pic.twitter.com/2xFIhok7pN
— ANI (@ANI) May 21, 2019
પૂર્વ રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, પોતાની સંસ્થાઓ પર દ્રઢ વિશ્વાસ સાથોસાથ મારો મત છે કે, કામ કરનારા લોકો જ કે જે નિર્ણયો લે કે સંસ્થાગત ટૂલ્સ કેવી રીત્તે કામ કરે છે. તેમને સ્પષ્ટ કહ્યુ હતું કે, આ મામલે સંસ્થાગત અખંડતાને સુનિશ્ચિતસ કરવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચની છે. તેમા માટે આમ કરવું અને તમામ પ્રકારની શંકાઓનો અંત આણવો ખુબ જ જરૂરી છે.
આ અગાઉ ચૂંટણી પંચે મતદાન બાદ ઈવીએમને મતગણતરીના સ્થળો સુધી પહોંચાડવામાં ગડબડી અને દુરઉપયોગને લઈને ઉત્તર પ્રદેશ તથા બિહાર સહિત વિભિન્ન રાજ્યોથી મળેલી ફરિયાદોને પ્રાથમિક તપાસના આધારે ખોટી ગણાવીને ફગાવી દીધી છે. પંચના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મશીનોને મતગણતરીના સ્થળોએ લઈ જવા અને રાખવામાં ગડબડીની ફરિયાદોને ગંભીરતાથી લેતા જે તે રાજ્યોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી તત્કાળ તપાસ રિપોર્ટ લેવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યુ કે જે મશીનોની ફરિયાદ કરવામાં આવી છે તે રિઝર્વ મશીનો હતી. તેમનો મતદાનમાં ઉપયોગ કરાયો નથી. મતદાન દરમિયાન ઈવીએમમાં ટેક્નિકલ ખામી થતા તેને રિઝર્વ મશીનો સાથે બદલી નાખવામાં આવતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post EVM મામલે ઈશારા ઈશારામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેન્દ્ર સરકાર પર માર્યો ટોણો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pranab-mukherjee-concerned-at-reports-of-alleged-tampering-of-evms/
via Best Gujarati News
0 Comments