લોકસભાની ચૂંટણી બાદ સામે આવેલા એક્ઝિટ પોલે મચાવેલા ખળભળાટ બાદ હવે ઈવીએમને લઈને રાજકારણ બરાબરનું ગરમાયું છે. નેતાઓ રીતસરની ધાકધમકી પર ઉતરી આવ્યા છે. રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધમેકી આપી છે કે, તો સડકો પર લોહીની નદીઓ વહેશે.

બિહારમાં આરજેડી કાર્યકર્તાઓ દ્વારા ઈવીએમ ભરેલી ગાડી પકડવામાં આવી હોવાને લઈને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુસવાહા બોલી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કર્પૂરી ઠાકુરજી કહેતા હતા કે, જેવી રીતે આપણો જીવ છે, ઈજ્જત છે તેવી જ રીતે મત પણ છે. વોટની રક્ષા માટે જો હથિયાર ઉઠાવવાની જરૂર પડી તો ઉઠાવો. અમે પણ કર્પૂરી ઠાકુરજીના રસ્તે જ ચાલનારા લોકો છીએ, આજે જે રિઝલ્ટ લૂટની ઘટનાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેને રોકવા માટે હથિયાર પણ ઉઠાવીશું.

ઉપેન્દ્ર કુસવાહાએ મહાગઠબંધના સમર્થકોને નીચુ દેખાડવા માટે જાણી જોઈને એક્ઝિટ પોલનો સહારો લેવામાં આવી રહ્યો છે. કુસવાહાએ જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે, લોકોમાં એટલો બધો આક્રોશ છે કે, જો કોઈ ખુન ખરાબા થશે તો તેના માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભારતના વડાપ્રધાન રહેશે. તેમણે કહ્યું હતું કે, મતગણતરીના દિવસે અમારા સમર્થકો અને લોકો તૈયાર રહે કારણ કે આ લોકો કંઈ પણ કરી શકે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, જો રિઝલ્તને લૂંટવાની ઘટનાઓ થઈ તો રસ્તાઓ પર લોહીની નદીઓ વહેશે. કાયદો અને વ્યવસ્થા પણ સચવાસે નહીં. શાસન અને પ્રશાસનમાં બેઠેલા લોકોને અમે સચેત કરવા માંગીએ છીએ.

કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું હતું કે, એક્ઝિટ પોલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. કહીકત એક્ઝિટ પોલના આંકડાથી ઘણી વેગળી છે. સ્ટ્રોંગરૂમની સુરક્ષા સક્ષમ રીતે કરવામાં આવે. મદનમોહન ઝાએ પોતાના કાર્યકર્તાઓને અપીક કરી હતી કે તેઓ સ્ટ્રોંગરૂમની આસપાસ સતત પહેરો ભરે.

મહાગઠબંધનની પ્રેસ કોન્ફન્સમાં તેજસ્વી યાદવ, જીતનરામ માંઝી, સામેલ થયા નહતાં. વીઆઈપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહની, રામચંદ્ર પૂર્વે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદનમોહન ઝા, સામેલ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post …તો મતગણતરીના દિવસે સડકો પર લોહીની નદીઓ વહેશે : ઉપેન્દ્ર કુસવાહાની ધમકી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/upendra-kushwaha-threatens-of-violence-and-bloodshed-over-evm-issue/
via Best Gujarati News

0 Comments