અરુણાચલમાં ત્રાટક્યા ઉગ્રવાદીઓ, ધારાસભ્ય સહિત 11 લોકોને ઉતાર્યા મોતને ઘાટ
અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. તિરપ જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને એનપીપીના ધારાસભ્ય સહિત 11 લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્ય પીએસઓ (સુરક્ષા અધિકારી)ને પણ ગોળી વાગી છે અને સારવાર માટે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય તિરંગ અબોહ અસમથી પોતાના વિધાનસાભા વિસ્તારમાં પાછા ફરી રહ્યાં હતાં. તેમની સાથે બે પીએસઓ અને અન્ય ચાર લોકો પણ હતા. સવારે લગભગ 11:30 વાગ્યે બોગપાની પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ ઉગ્રવાદીઓએ ધારાસભ્યના કાફલાને નિશાન બનાવ્યો હતો. ઉગ્રવાદીઓએ ધારાસભ્યના કાફલાને નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો.
Arunachal Pradesh Home Minister, Kumar Waii on death of MLA Tirong Aboh and his family: I condemn this incident. This kind of an incident has never taken place before. An inquiry into the incident is important. A political rival has done this. pic.twitter.com/9uSHvNvxNd
— ANI (@ANI) May 21, 2019
આ હુમલો સંદિગ્ધ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એક નાગા વિદ્રોહી સમુહ છે.
તાજેતરમાં જ ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડીહતી. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના આતંકીઓ પર આ હત્યાકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના અંગે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ નિંદા કરી છે. કોનરાડે કહ્યું કે અરુણાચલના ધારાસભ્ય તિરોંગ અબો અને તેના પરિવારની હત્યાના સમાચાર સાંભળી એનસીપી ખુબ જ સ્તબ્ધ અને દુખી છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન મોદી પાસે આ હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અરુણાચલમાં ત્રાટક્યા ઉગ્રવાદીઓ, ધારાસભ્ય સહિત 11 લોકોને ઉતાર્યા મોતને ઘાટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/brutal-atack-and-tragic-killing-of-mla-tirong-aboh-of-arunachal/
via Best Gujarati News
0 Comments