વન ડેમાં અત્યારનો નંબર-1 બૉલર જસપ્રિત બુમરાહ વિરોધી બેટ્સમેન્સ માટે વર્લ્ડ કપમાં કેટલો મોટો ખતરારૂપ બની શકે છે એ મંગળવારનાં રોજ બાંગ્લાદેશ સામે વિશ્વ કપ પ્રેક્ટિસ મેચમાં જોવા મળ્યું. બુમરાહ જ્યારે બૉલિંગમાં હોય છે ત્યારે તે બેટ્સમેનને ક્રીઝ પર પગ જમાવવા નથી દેતો. બુમરાહનું સૌથી ખતરનાક હથિયાર પરફેક્ટ યૉર્કર છે જેનાથી તે બેટ્સમેનને ચોંકાવવામાં માહેર છે.

યૉર્કર કોઈપણ બૉલર માટે મહત્વનો પક્ષ હોય છે અને બુમરાહ એવો બૉલર છે, જે યૉર્કર બૉલિંગમાં માહેર છે. બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં બુમરાહે શાકિબ-અલ-હસનને પોતાના એક ખતરનાક યૉર્કર પર બૉલ્ડ કર્યો હતો. બુમરાહનાં આ યૉર્કરનની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. બાંગ્લાદેશની ઇનિંગની 10મી ઑવરમાં જસપ્રિત બુમરાહ બૉલિંગ કરી રહ્યો હતો અને આ ઑવરનાં ચોથા બૉલ પર સૌમ્ય સરકારને તેણે આઉટ કર્યો. સૌમ્ય સરકાર આઉટ થયા બાદ અનુભવી બેટ્સમેન શાકિબ-અલ-હસન બેટિંગમાં આવ્યો હતો.

શાકિબ-અલ-હસન પાસેથી બાંગ્લાદેશને ઘણી આશાઓ હતી, પરંતુ બુમરાહે આગળનાં જ બૉલ પર-આ ઑવરનાં પાંચમાં બૉલે જોરદાર યૉર્કર ફેંક્યો. આ બૉલને શાકિબ પારખી શક્યો નહીં અને ક્લીન બૉલ્ડ થઈ ગયો. જસપ્રિત બુમરાહે આ બૉલ 141 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. આ યૉર્કર પર શાકિબ બચાવનો પ્રયત્ન કરતા જોવા મળ્યો, પરંતુ બૉલ તેને ચોંકાવીને ઑફ સ્ટંપ પર લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે વિશ્વ કપની બીજી પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને 95 રનોથી હરાવ્યું હતુ.

મેચમાં ભારતે મહેન્દ્ર સિંહ ધોનીનાં 113 અને લોકેશ રાહુલનાં 108 રનની મદદથી 50 ઑવરમાં 359 રન બનાવ્યા હતા, જેની સામે બાંગ્લાદેશ 49.3 ઑવરમાં 262 રનો પર ઑલ આઉટ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: જોતા રહી જશો બુમરાહનો ખતરનાક યૉર્કર, બાંગ્લાદેશી બેટ્સમેન રહી ગયો સ્તબ્ધ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/jasprit-bumrah-clean-bold-shaikb-shakib-al-hasan/
via Best Gujarati News

0 Comments