આઈસીસી વર્લ્ડ કપ ગુરૂવારથી શરૂ થઈ રહ્યો છે. અભ્યાસ મેચ પૂર્ણ થઈ ચુકી છે અને પહેલી મેચ ગુરૂવારનાં લંડનમાં ઑવલનાં કેનિંગ્ટન મેદાન પર રમાશે. આ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તો દક્ષિણ આફ્રિકાને આ ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલ સુધીની દાવેદાર માનવામાં આવી રહી છે. આ ઉપરાંત એ વાતની ચર્ચાઓએ પણ જોર પડ્યું છે કે ઇંગ્લેન્ડની સપાટ પિચોને જોતા કઇ ટીમ 500નો આંકડો પાર કરશે. આ વિશે વેસ્ટઇન્ડીઝનાં સાઈ હૉપે મહત્વનું નિવેદન આપ્યું છે.

અત્યાર સુધી આ માટે ઇંગ્લેન્ડને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતુ, પરંતુ વેસ્ટઇન્ડીઝનાં બેટ્સમેન શાઈ હૉપનું માનવું છે કે તેમની ટીમ વન ડે ક્રિકેટમાં 500 રનનો સ્કોર પાર કરી શકે છે. ન્યૂઝીલેન્ડ સામે મંગળવારનાં રોજ અભ્યાસ મેચમાં વેસ્ટઇન્ડીઝે શાનદાર પ્રદર્શન કરતા જીત નોંધાવી હતી. આ મેચમાં વેસ્ટઇન્ડીઝે 421 રન બનાવી દીધા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48 ઑવરમાં 330 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં શાઈ હૉપે વેસ્ટઇન્ડીઝ તરફથી સૌથી વધારે 101 રન બનાવ્યા હતા. શાઈ હૉપે કહ્યું કે, “અમે આ લક્ષ્યને મેળવવાનો પ્રયત્ન કરીશું. નિશ્ચિત રીતે 500 રન પાર કરનારી પહેલી ટીમ બનવાનું અમને સારું લાગશે અને મને આશા છે કે અમારી પાસે એવી બેટિંગ છે જે આ લક્ષ્યને મેળવી શકે છે.”

વેસ્ટઇન્ડીઝે પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને 91 રને હરાવ્યું હતુ. વેસ્ટઇન્ડીઝનો ઑલરાઉન્ડર કાર્લોસ બ્રાથવેટ પણ આ વાતથી સહમત છે. તેણે કહ્યું, “જો તમે મને પુછી રહ્યા છો કે શું અમે આવું કરવા માટે સક્ષમ છીએ , તો નિશ્ચિત રીતે આવુ જ છે.” જો કે એ સત્તાવાર મેચમાં અમારી પાસે આટલી લાંબી બેટિંગ લાઇનઅપ ના હોય જેટલી આજે હતી. આ માટે લક્ષ્યને લઇને થોડુંક વાસ્તવિક થવું આવશ્યક છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇંગ્લેન્ડ નહીં, આ ટીમ વન ડેમાં બનાવશે 500નો સ્કૉર, ખુદ કેપ્ટને કર્યો હુંકાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/west-indies-player-shai-hope-thinks-that-they-can-make-500-in-odi/
via Best Gujarati News