પાકિસ્તાનમાં યોજાશે 2020નો એશિયા કપ, શું ભારત રમવા જશે?
સિંગાપુરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક મળી. આ બેઠકમાં એશિયા કપને આયોજિત કરનારી સંસ્થા એસીસીએ પાકિસ્તાનને આગામી એશિયા કપની યજમાની આપી છે. એસીસીની મીટિંગ પ્રમાણે એશિયા કપ 2020 પાકિસ્તાનમાં રમાશે. આ જાહેરાત સાથે જ આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનાં રમવા પ્રશ્નો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહીં જાય.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તણાવ અને રાજકીય સંબંધોમાં આવેલી તિરાડનાં કારણથી ભારતીય ટીમ આ વખતે કદાચ આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લઇ શકે. આ પહેલા વર્ષ 2018માં દુબઈમાં રમાયેલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની આગેવાનીમાં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ પોતાના નામે કર્યો હતો. આ વખતે વનડે એશિયા કપ 2020માં ઑસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બરમાં થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા રમાશે.
જો કે આ મીટિંગમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટૂર્નામેન્ટને અલ્ટરનેટ વેન્યૂમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ મીટિંગમાં બીસીસીઆઈનાં સીઈઓ રાહુલ જૌહરી પણ સામેલ હતા. એશિયા કપ ઉપરાંત એશિયન ગેમ્સમાં સામે થયેલી ક્રિકેટ વિશે પણ મીટિંગ હતી. જો કે એશિયન ગેમ્સ ચીનમાં થશે તો ભારતીય ટીમ ભાગ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 2009માં શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં એકપણ દ્વિપક્ષીય સીરીઝ અને ઇન્ટરનેશનલ સીરીઝ નથી રમાઈ. જો કે ગયા વર્ષે વેસ્ટઇન્ડીઝની ટીમ જરૂર ત્યાં 3 ટી-20 મેચ રમીને આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનમાં યોજાશે 2020નો એશિયા કપ, શું ભારત રમવા જશે? appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/asia-cup-2020-will-be-played-in-pakistan/
via Best Gujarati News
0 Comments