વર્લ્ડ કપ: રણભૂમિ તૈયાર – 10 ટીમો વચ્ચે જામશે સંગ્રામ, જાણો આ વખતે શું છે ખાસ
આઈસીસી વર્લ્ડ કપની 12મી સીઝન ગુરૂવારનાં રોજ શરૂ થઈ રહી છે, જ્યાં 10 ટીમો ક્રિકેટનો તાજ જીતવા માટે બાથ ભીડશે. 46 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાશે. બંને ટીમોએ અત્યાર સુધી એકપણ વાર વર્લ્ડ કપ જીત્યો નથી. ઇંગ્લેન્ડ યજમાન હોવાના કારણે આ વખતે વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તો ઑસ્ટ્રેલિયા પણ સ્મિથ અને વૉર્નરનાં આવવાથી મજબૂત બન્યું છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઉતરશે અને ત્રીજીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનો પ્રયત્ન કરશે.
ગ્રુપમાં નથી વહેંચી ટીમોને
આ વખતે ટૂર્નામેન્ટનાં ફૉર્મેટમાં બદલાવ કરવામાં આવ્યો છે અને આ વખતે ટીમોને ગ્રુપમાં વહેંચવામાં આવી નથી. આ વખતે દરેક ટીમને દરેક ટીમ સાથે મેચ રમવાની હશે અને સેમિફાઇનલમાં એ ટીમો પહોંચશે જો પોઇન્ટ ટેબલમાં ટૉપ-4માં હશે. એક ટીમ લીગ ચરણમાં કુલ 9 મેચો રમશે.
ફૉર્મેટ બદલાયું, પરંતુ ઓછો નથી રોમાંચ
બદલાયેલા ફૉર્મેટનાં કારણે ટૂર્નામેન્ટ થોડીક લાંબી જરૂર થઈ શકે છે, પરંતુ રોમાંચની ઉણપ નહીં રહે. આ વાતનો અંદાજો અભ્યાસ મેચોથી લગાવી શકાય છે. આ પ્રકારનાં ફૉર્મેટમાં સ્પર્ધા જોવા મળશે. આઈપીએલ આનું ઉદાહરણ છે.
પ્રેક્ટિસ મેચોમાં રનોનો વરસાદ
પ્રેક્ટિસ મેચમાં એ વાતનાં સંકેત મળ્યા છે કે ટૂર્નામેન્ટમાં રનોનો વરસાદ થઈ શકે છે. વેસ્ટઇન્ડીઝે અભ્યાસ મેચમાં જ્યાં કિવી ટીમની સામે 400નો આંકડો પાર કર્યો, તો ભારતે બાંગ્લાદેશ સામે 350 રનથી વધારે રન બનાવ્યા. દરેક ટીમ માટે જરૂરી રહેશે કે તેઓ નિરંતરતા જાળવી રાખે, કેમકે આ ફૉર્મેટમાં આ એક જ એવી ચીજ છે જે કોઇપણ મુશ્કેલી વગર ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી શકશે.
સ્થિતિ એવી પણ બની શકે છે કે અતિંમ-4માં જવા માટે બીજી ટીમો પર નિર્ભર રહેવું પડે. આ વખતે ફૉર્મેટમાં બદલાવની સાથે સાથે ટીમોમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. 2015 અને 2011 વિશ્વ કપમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો. આવું જો કે પહેલીવાર નથી કે આ ફૉર્મેટમાં પ્રથમવાર વિશ્વ કપ રમાઈ રહ્યો છે. આ પહેલા 1992માં પણ આ ફૉર્મેટમાં વિશ્વ કપ રમાયો હતો અને ત્યારે 9 ટીમોએ ભાગ લીધો હતો.
આ છે ખિતાબની પ્રબળ દાવેદાર ટીમો
જો વાત ખિતાબ જીતવાના પ્રબળ દાવેદારોની કરીએ તો ઇંગ્લેન્ડ અને ભારતનું નામ સૌથી ઉપર છે. આનું કારણ આ બંને ટીમોનું અત્યારનું ફૉર્મ છે, પરંતુ 2019માં ઑસ્ટ્રેલિયાએ જે પ્રકારનું ફૉર્મ બતાવ્યું છે તેનાથી તે પણ રેસમાં છે. વેસ્ટઈન્ડીઝ અને બાંગ્લાદેશની ટીમો પણ અન્ય ટીમોને ચોંકાવી શકે છે. આ બંને સાથે આ વર્ષે અફઘાનિસ્તાનનું નામ પણ સામે છે. તેણે પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને હરાવીને આ વાતનાં સંકેતો આપી દીધા છે.
સાઉથ આફ્રિકા સામે ભારતની પહેલી મેચ
ઑસ્ટ્રેલિયા જ્યાં પોતાનો ખિતાબ બચાવવા ઉતરશે તો ઇંગ્લેન્ડ પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બનવા. ભારતીય ટીમ ત્રીજીવાર વિશ્વ કપ જીતવાનું સપનું લઇને ઇંગ્લેન્ડ પહોંચી છે. ભારતે પોતાની પહેલી મેચ 5 જૂનનાં રોજ સાઉથમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે રમવાની છે. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ પ્રયત્નોમાં રહેશે કે તે પોતાનું ખાતુ ખોલે.
‘ચોકર્સ’નું લેબલ હટાવવા માટે મેદાને ઉતરશે સાઉથ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાને વિશ્વ કપમાં ‘ચોકર્સ’નાં નામેથી ઓળખવામાં આવે છે. આ પાછળનું કારણ તેમનો જુનો રેકૉર્ડ છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીવાળી ટીમ આ વખતે આ લેબલને હટાવવા ઇચ્છશે. ગત વખતને ઉપ-વિજેતા ન્યૂઝીલેન્ડ પણ મજબૂત ટીમ છે.
9 જુલાઈથી સેમિફાઇનલ
ટૂર્નામેન્ટની લીગ મેચોની પૂર્ણાહુતિ 6 જુલાઈનાં રોજ થશે. 9 જુલાઈથી સેમિફાઇનલ મેચ રમાશે. પહેલી સેમિફાઇનલ મેન્ચેસ્ટર અને બીજી સેમિફાઇનલ બર્મિંઘમમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 જુલાઈનાં ક્રિકેટનાં મક્કા લૉર્ડ્સમાં રમાશે.
11 મેદાન પર રમાશે મેચો
ટૂર્નામેન્ટની મેચો કુલ 11 મેદાન પર રમાશે. આમાં બ્રિસ્ટલનું કાઉન્ટી મેદાન, લંડનનું લૉર્ડ્સ, નૉટિંઘમનું ટ્રેન્ટબ્રિજ મેદાન, મેન્ચેસ્ટરનું ઑલ્ડ ટ્રેફર્ડ, ટૉટનનું કાઉન્ટી મેદાન, લંડનનું ધ ઑવલ, ચેસ્ટર લી સ્ટ્રીટનું રિવરસાઇડ મેદાન, લીડ્સનું હેંડિગ્લે, બર્મિંઘમનું એજબેસ્ટ, સાઉથેમ્પટનનું ધ રોઝ બાઉલ, કાર્ડિફનું સોફિયા ગાર્ડન્સ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: રણભૂમિ તૈયાર – 10 ટીમો વચ્ચે જામશે સંગ્રામ, જાણો આ વખતે શું છે ખાસ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/know-what-is-special-in-world-cup-2019/
via Best Gujarati News
0 Comments