આ સ્ટાર ભારતીય ખેલાડી અને ‘જન્નત ગર્લ’ વચ્ચે ચાલી રહ્યું છે અફેર! અભિનેત્રીએ કર્યો ખુલાસો
પોતાની રમત ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ કેટલીક અન્ય વાતોને લઇને પણ ચર્ચામાં રહે છે. કેટલાક સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આલિયા ભટ્ટની ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂર વર્લ્ડ કપમાં કેએલ રાહુલને ચીયર કરવા ખુદ પહોંચશે. આ દરમિયાન એક અન્ય બોલીવુડ અભિનેત્રીએ કેએલ રાહુલ સાથે પોતાના સંબંધને લઇને ખુલાસો કર્યો છે.
સોનલ ચૌહાણ અને ક્રિકેટર કેએલ રાહુલનાં અફેરની ચર્ચાઓ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસ સોનલ ચૌહાણ અને ક્રિકેટર કેએલ રાહુલનાં અફેરની ચર્ચાઓ આવી રહી હતી. સોશિયલ મીડિયા પર આ ચર્ચાએ ઘણું જ જોર પકડ્યું હતુ, પરંતુ એક્ટ્રેસે આ મામલે હવે મૌન તોડ્યું છે. સોનલ ચૌહાણે કહ્યું કે, “આ વાતોમાં કોઈ જ હકીકત નથી. આ ફક્ત અફવાઓ છે.” સોનલે કહ્યું કે, “કેએલ રાહુલ ઘણો જ સારો ક્રિકેટર છે અને તે ઘણો જ પ્રતિભાશાળી છે. મારા અને રાહુલ વચ્ચે કંઇપણ નથી.”
કેએલ રાહુલનું નામ નિધી અગ્રવાલ સાથે પણ જોડાઈ ચુક્યુ છે
સોનલ ચૌહાણે કહ્યું કે, “સોશિયલ મીડિયા પર મને ઘણો બધો પ્રેમ મળે છે, પરંતુ મને એ લોકો પર દયા આવે છે જેઓ દરેક સમયે નફરત ફેલાવવાનું કામ કરે છે.” સોનલ ઉપરાંત કેએલ રાહુલનું નામ ‘મુન્ના માઇકલ’ અભિનેત્રી નિધી અગ્રવાલ સાથે પણ જોડાઈ ચુક્યુ છે, પરંતુ તેણે પણ આ વાતોને ફક્ત અફવા ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે 2008માં ક્રિકેટ અને સટ્ટાબાજી પર બનેલી ફિલ્મ ‘જન્નત’થી ડેબ્યૂ કરનારી સોનલ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે.
અત્યારે વર્લ્ડ કપમાં વ્યસ્ત છે કેએલ રાહુલ
કેએલ રાહુલ અત્યારે ઇંગ્લેન્ડમાં છે અને વર્લ્ડ કપની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. કેટલાક સમય પહેલા કેએલ રાહુલ ‘કૉફી વિથ કરણ’ને લઇને ચર્ચામાં હતો. આ શૉ પર આપેલા વિવાદીત નિવેદનોને કારણ રાહુલ અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ સસ્પેન્ડ પણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ સ્ટાર ભારતીય ખેલાડી અને ‘જન્નત ગર્લ’ વચ્ચે ચાલી રહ્યું છે અફેર! અભિનેત્રીએ કર્યો ખુલાસો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sonal-chauhan-talking-about-rumors-about-dating-kl-rahul/
via Best Gujarati News



0 Comments