આ 6 ટેકનોલોજીથી વર્લ્ડ કપનો વધી જશે રોમાંચ, જાણો કેવી રીતે કરે છે કામ
ક્રિકેટ ફેન્સનાં દિલ અને દિમાગ પર અત્યારે ફક્ત ક્રિકેટ વર્લ્ડ 2019નો કેફ ચઢેલો છે. ક્રિકેટનાં આયોજકોનો પ્રયત્ન છે કે એ આને કોઇપણ વિવાદ વગર રમવામાં આવે. આ કામમાં તેમને ક્રિકેટનાં મેદાન પર ઉપયોગમાં આવનારી તમામ ટેકનોલોજી પર ભરોસો છે. ટેકનોલોજીએ ક્રિકેટની દુનિયાને સંપૂર્ણ રીતે બદલી દીધો છે. જેમ જેમ ક્રિકેટનો વિકાસ થતો ગયો, તેમ તેમ ટેકનોલોજીનો ભાગ પણ મહત્વનો બનતો ગયો. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડ કપમાં અનેક ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેનાથી ના ફક્ત ખેલાડી, પરંતુ દર્શકોને પણ મજા આવશે.
આવો જાણીએ આવી કેટલીક ટેકનોલોજી વિશે
સ્પીડ ગન
બૉલર કેટલી ઝડપથી બૉલ ફેંકે છે તે જાણવા માટે ‘સ્પીડ ગન’નો ઉપયોહગ કરવામાં આવી રહ્યો છે. ‘સ્પીડ ગન’ માઇક્રોવેવ ટેકનોલોજી પર આધારિત છે, પરંતુ કેટલીક સ્પીડ ગન ડૉપલર રડાર દ્વારા સંચાલિત હોય છે.
ઝિંગ વિકેટ (Zing Bails)
હવે ટેસ્ટ ક્રિકેટને છોડીને અન્ય તમામ ફૉર્મેટમાં ‘ઝિંગ વિકેટ’નો ઉપયોગ કરવામાં આવે છે. આઈપીએલ અને અનેક વન ડે સીરીઝમાં પણ આનો ઉપયોગ થયો છે. આ સ્ટંપ અને ગિલ્લીઓની એલઈડી સીસ્ટમ ઑસ્ટ્રેલિયાનાં કૈનિકલ ડિઝાઇનર બ્રોંટે એકકૈરમને બનાવી છે. સ્ટંપને માઇક્રોપ્રોસેસર અને ઓછા વૉલ્ટેજવાળી બેટરી સાથે લગાવવામાં આવે છે. આ બિલ્ટ સેંસરની મદદથી આ સેકેન્ડનાં હજારમાં ભાગમાં ડિટેક્ટ કરી લે છે કે કોઈ ચીજ નજીક આવી રહી છે.
સુપર સ્લો મોશન કેમેરા
સુપર સ્લો મોશન કેમેરાનો ઉપયોગ રન આઉટ, કેચ, સ્ટંપિંગ વગેરે જોવા માટે કરવામાં આવે છે. આ કેમેરા એક સેકેન્ડમાં લગભગ 5 તસવીર રેકૉર્ડ કરી શકે છે. આ કેમેરાથી પણ અમ્પાયર્સને નિર્ણય લેવામાં મદદ મળે છે.
હૉટ સ્પોટ
હૉટ સ્પોટ જણાવે છે કે બૉલ બેટથી ટકરાઈ છે કે નહીં અથવા ઘણીવાર અમ્પાયર માટે આ નિર્ણય લેવો સરળ નથી હોતો કે આઉટ છે કે નહીં. આ બૉલની હિટ સિગ્નેચર પર નિર્ભર છે. અમ્પાયર કોઈ નિર્ણય પર પહોંચવાનાં પહેલા હૉટ સ્પોટ અને સ્નિકોમીટર બંનેની મદદ લેતા હોય છે.
જ્યારે કોઈ બેટ્સમેન LBW હોય છે અથવા બૉલ કઈ દિશામાં જઇ રહ્યો છે, એ જોવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 6 કેમેરા હોય છે; જે બૉલરનાં હાથમાંથી છૂટ્યાથી લઇને બેટ્સમેન સુધી પહોંચવા સુધી એક્શનને રેકૉર્ડ કરે છે. મેચની પહેલા આ ટેકનોલોજી માટે અલગ અલગ અંતર અને લંબાઈ પર કેમેરા લગાવીને કૉમ્પ્યુટર દ્વારા મેપ તૈયાર કરવામાં આવે છે. તેની મદદથી ટીવી અમ્પાયર ફીલ્ડ અમ્પાયરની તુલનામાં યોગ્ય નિર્ણય લઇ શકે છે.
સ્પાઇડર કેમ
સ્પાઇડર કેમ મેચ શરૂ થયા પહેલા સ્ટેડિયમમાં મેદાનની ઉપર એક છેડાથી બીજા છેડા સુધી મજબૂત સ્ટીલનો તાર બાંધવામાં આવે છે. રિમોટ દ્વારા સંચાલિત થનારો આ કેમેરા સ્ટેડિયમમાં થનારી ગતિવિધિયો પર નજર રાખે છે. અમ્પાયર્સને મદદ અથવા પ્રસારણ માટે આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્નિકોમીટર
સ્નિકોમીટર બેટ્સમેન અને સ્ટંપની આસપાસનો એરિયા કવર કરે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ LBW, કેચ અથવા નજીકનાં ક્લિન બૉલ્ડને જોવા માટે કરવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે જેથી અવાજમાં થોડાક બદલાવને પણ તે ઓળખી જાય. આનાથી ખબર પડે છે કે બેટ બૉલે અડ્યો છે કે નહીં. સ્નિકોમીટરમાં એક માઇક્રોફોન લાગેલું હોય છે જેનાથી પિચની બંને તરફ એક કોઈ એક સ્ટંપમાં લગાવવામાં આવે છે અને આ ઑસીલોસ્કોપથી કનેક્ટ રહે છે જે અવાજનાં તરંગોને માપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ 6 ટેકનોલોજીથી વર્લ્ડ કપનો વધી જશે રોમાંચ, જાણો કેવી રીતે કરે છે કામ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/technology-which-will-make-cricket-world-cup-interesting/
via Best Gujarati News






0 Comments