બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચમાં સદી ફટકાર્યા બાદ વર્લ્ડ કપની ભારતીય ટીમમાં નંબર-4 પર પોતાની જગ્યા પાક્કી કરનારા બેટ્સમેન લોકેશ રાહુલે મોટો ખુલાસો કર્યો છે. રાહુલે કહ્યું છે કે તે ક્યારેય પણ ક્રિકેટમાંથી બ્રેક નહોતો ઇચ્છતો, પરંતુ ટીવી ચેટ શૉ વિવાદ બાદ તેને જબરદસ્તીથી બ્રેક પર મોકલી દેવામાં આવ્યો અને આ દરમિયાન તેને મનોમંથન કરવાની તક મળી. આના કારણે જ તેને ક્રિકેટમાં મજબૂત રીતે પુનરાગમન કરવામાં મદદ મળી.

લોકેશ રાહુલે કહ્યું કે, “રમતથી જ્યારે તમે દૂર હો છો તો તમારા ખુદ વિશે તમને વિચારવાની તક મળે છે અને આ મારી સાથ થયું. મે બ્રેક દરમિયાન મારા પરિવાર અને દોસ્તો સાથે સમય પસાર કર્યો. આ મારા માટે મહત્વનું હતુ, કેમ કે હું લાંબા સમયથી બહાર ચાલી રહ્યો હતો.

સાચુ કહું તો ક્રિકેટથી આ પ્રકારનો બ્રેક હું નહોતો ઇચ્છતો, પરંતુ મે આ સમયનો સારી રીતે ઉપયોગ કર્યો.” બાંગ્લાદેશ સામે 99 બૉલમાં 108 રન ફટકારનારા કેએલ રાહુલે કહ્યું કે, તે પોતાના ગત વિવાદ વિશે વિચારીને ધ્યાન ભટકાવવા નથી ઇચ્છતો. તે આ સમયે ફક્ત પોતાની રમત પર ધ્યાન આપવા માંગે છે.

પોતાના ગત વિવાદ વિશે કેએલ રાહુલે કહ્યું કે, “જે થઈ ગયું એ થઈ ગયું અને હવે મારું સંપૂર્ણ ધ્યાન મારી રમત પર છે. મને એ વાતની ખુશી છે કે હું પુનરાગમન કરી શક્યો અને આઈપીએલમાં સારું રમવાનાં કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. આને હું બાંગ્લાદેશ સામે જાળવી રાખી શક્યો.”

રાહુલે પોતાના પુનરાગમનનો શ્રેય ઇન્ડિયા-એનાં કૉચ રાહુલ દ્રવિડને આપ્યો છે. રાહુલે કહ્યું કે, “મારી બેટિંગમાં કેટલીક ટેકનિકલ ખામીઓ હતી અને બેંગલોરમાં મારા કૉચ સાથે મે તેની પર કામ કર્યું. ઇન્ડિયા-એ માટે રમીને મને આ તક મળી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામે સદી ફટકાર્યા બાદ કેએલ રાહુલે ખોલ્યું મોટું રહસ્ય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kl-rahul-spoke-about-his-performance-and-learning/
via Best Gujarati News

0 Comments