વર્લ્ડ કપ 2019નાં ઇંતઝારની ક્ષણો હવે પૂર્ણ થઈ રહી છે અને 4 વર્ષ બાદ એકવાર ફરી એ દિવસ આવી ગયો છે જેની આખી દુનિયા રાહ જોઇ રહી હતી. ઇંગ્લેન્ડમાં એકવાર ફરી 12મો વિશ્વ કપ યોજાઈ રહ્યો છે અને તેની પહેલી મેચ 30મેનાં રોજ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે થશે. પહેલી મેચનાં ઠીક એક દિવસ પહેલા આ ટૂર્નામેન્ટનો રંગારંગ કાર્યક્રમ થોડીકવારમાં શરૂ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષે વિશ્વ કપ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમમાં નથી કરવામાં આવી રહ્યો. વર્લ્ડ કપનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમમાં નથી કરવામાં આવી રહ્યો. આ વર્ષે રંગારંગ કાર્યક્રમ લંડનનાં પ્રતિષ્ઠિત લંડન મૉલમાં આયોજિત કરવામાં આવશે જે બકિંઘમ પેલેસની નજીક છે.

આ કાર્યક્રમમાં ઇંગ્લેન્ડનાં રાજપરિવારનાં સભ્ય અને મહારાણી પણ સામેલ થશે. આ ઉપરાંત લંડનમાં આયોજિત ઑપનિંગ સેરેમેનીમાં લગભગ 4 હજાર ફેન્સ હાજર રહેશે તેવું અનુમાન છે, જેમને બેલેટ પ્રક્રિયાથી પસંદ કરવામાં આવ્યા છે.

વર્ષ 2015 વિશ્વ કપની યજમાની ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સાથે મળીને કરી હતી. તે વખતે બે ઑપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાંથી એક ઑસ્ટ્રેલિયામાં અને એક ન્યૂઝીલેન્ડમાં થયું હતુ. આ વખતે વિશ્વ કપ 1992ની માફક ‘રાઉન્ડ ધ રૉબિન’ ફૉર્મેટનાં આધારે રમાશે જ્યાં દરેક ટીમને સેમિફાઇનલમાં પહોંચવાનો એકસરખો મોકો મળશે. આ વિશ્વ કપમાં કુલ 48 મેચ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ક્રિકેટ વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર અલગ અંદાજમાં યોજાવા જઇ રહી છે ‘ઑપનિંગ સેરેમની’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/first-time-cwc-opening-ceremony-will-be-not-held-in-ground/
via Best Gujarati News

0 Comments