ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે આ પહેલો વિશ્વ કપ છે અને ખેલાડી તરીકે આ ત્રીજો વિશ્વ કપ છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા એક-બીજા સાથે અનેકવાર જોવા મળતા હોય છે અને એક-બીજાની પ્રશંસા પણ કરતા રહે છે. વર્ષ 2017નાં ડીસેમ્બર મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. વિશ્વ કપની શરૂઆત પહેલા કોહલીને પુછવામાં આવ્યું કે લગ્ન બાદ તેની કેપ્ટનશિપમાં શું પરિવર્તન આવ્યું? તો આ પ્રશ્નનો ભારતીય કેપ્ટને શાનદાર જવાબ આપ્યો.

ICC દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિડીયોમાં વિરાટ કોહલી અનેક મુદ્દાઓ પર વાત-ચીત કરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીનું કહેવું છે કે, “લગ્ન બાદ તમે ચીજોને વધારે સમજવા લાગો છો અને પહેલા કરતા વધારે સમજવા લાગો છે. તમારો દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે.”

વિરાટ કોહલીનું કહેવું છે કે તે પહેલા કરતા વધારે જવાબદાર બન્યો છે અને તેને આ કારણે કેપ્ટનશિપમાં પણ મદદ મળે છે. તેનું કહેવું છે કે, “તે લગ્ન બાદ એક સારા વ્યક્તિની સાથે સાથે સારો કેપ્ટન બન્યો છે.” આ ઉપરાંત વિરાટે બીજા કેટલાક મુદ્દાઓ પર પણ વાત-ચીત કરી હતી. ઑસ્ટ્રેલિયાનાં ખેલાડીઓને લઇને વિરાટે કહ્યું કે શેન વૉર્ન તેનો મનપસંદ ખેલાડી છે.

જણાવી દઇએ કે ભારતે વિશ્વ કપ પહેલા 2 વૉર્મઅપ મેચ રમી છે. પહેલી વૉર્મઅપ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે પરાજય થયો હતો અને બીજી વૉર્મઅપ મેચમાં બાંગ્લાદેશ સામે ભારતનો 95 રને વિજય થયો હતો. ભારત સાઉથ આફ્રિકા સામે 5 જુનનાં રોજ પોતાની પહેલી મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: અનુષ્કા સાથે લગ્ન બાદ ક્રિકેટ પર શું પડી અસર? વિરાટે આપ્યો શાનદાર જવાબ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-talking-about-anushka-sharma-and-cricket/
via Best Gujarati News

0 Comments