વર્લ્ડ કપ જેવી મેજર ઇવેન્ટ હોય ત્યારે પ્રત્યેક ખેલાડીઓએ પણ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે, પરંતુ ભારતીય ટીમ બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે સમાધાન થયું હોવા છતાં પ્રોટોકોલને ફોલો કરતી નહીં હોવાના કારણે આઇસીસી લાલઘૂમ થયું છે અને ભારતીય ક્રિકેટ બોર્ડને લેટર લખીને ફરિયાદ કરી છે. આઇસીસી મેનેજમેન્ટે દાવો કર્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ તથા સમાધાન અંગેનું પાલન કરતી નથી.

હકીકતમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે વારંવાર આ બાબતનો ઇન્કાર કર્યો છે. આઇસીસીનાં પ્રોટોકોલ પ્રમાણે પ્રત્યેક મેચ બાદ ત્રણ ખેલાડીઓએ મીડિયા ઝોનમાં હાજર રહેવાનું છે, પરંતુ કોઇ હાજર જ રહેતું નથી. ન્યૂઝીલેન્ડ સામેની વોર્મ-અપ મેચ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે પોતાના ત્રણ ખેલાડીઓને મીડિયા ઝોનમાં મોકલવાના હતા પરંતુ એક પણ ખેલાડી હાજર રહ્યો નહોતો.

બીસીસીઆઇએ આઇસીસીના આ દાવાને નકારી નાખ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે તે હવે ટીમ મેનેજમેન્ટને પણ નિર્દેશ કરીને મીડિયા સાથેની તમામ જવાબદારી ખૂબીથી નિભાવવાનું જણાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: ભારતીય ખેલાડીઓ પર ICC ભડક્યું, BCCIને કરી ફરિયાદ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/icc-complained-against-indian-cricketer-about-breaking-protocol/
via Best Gujarati News

0 Comments