વર્લ્ડ કપ: લૉર્ડ્સમાં છવાઈ ગયો વિરાટ કોહલી, હવે 15 જુલાઈ સુધી મચાવશે ધમાલ
મીણનાં પૂતળા તૈયાર કરવા માટે જાણીતા મેડમ તુસાદે આઈસીસી વિશ્વ કપ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનાં પૂતળાનું અહીં લૉર્ડ્સમાં અનાવરણ કરવામાં આવ્યું છે. વિશ્વનાં આ શ્રેષ્ઠ ખેલાડીનાં મીણનું પૂતળુ ગુરૂવારથી લઇને 15 જુલાઈ સુધી મેડમ તુસાદમાં પ્રદર્શિત કરવામાં આવશે.
મેડમ તુસાદ લંડનનાં જનરલ મેનેજર સ્ટીવ ડેવિસે કહ્યું કે, “આવતા કેટલાક અઠવાડિયા સુધી દેશભરમાં ક્રિકેટનો જાદૂ રહેશે. આ માટે અમારા પાડોશી લૉર્ડ્સની મદદથી વિરાટ કોહલીનાં પૂતળાનું અનાવરણ કરવાની આનાથી વધારે સારી રીત કોઈ બીજી ના હોઈ શકે.”
તેમણે કહ્યું કે, “અમને આશા છે કે ક્રિકેટ પ્રશંસકો ના ફક્ત પોતાના નાયકને પિચ પર રમતો જોઇને તેનો આનંદ ઉઠાવશે, પરંતુ અહીં મેડમ તુસાદમાં તેની સાથે ક્રીઝ પણ સંભાળશે.” ઐતિહાસિક લૉર્ડ્સમાં પહેલીવાર પ્રદર્શિત કરવામાં આવેલું પૂતળું ભારતીય ટીમનાં સત્તાવાર ડ્રેસમાં છે. પૂતળામાં જે શૂઝ અને મોજા પહેરવા છે તે વિરાટ કોહલીએ આપ્યા છે.
ગુરૂવાર બાદ કોહલી મેડમ તુસાદમાં ઉસૈન બૉલ્ટ, સર મો. ફરાહ અને ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકર સાથે બિરાજમાન રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: લૉર્ડ્સમાં છવાઈ ગયો વિરાટ કોહલી, હવે 15 જુલાઈ સુધી મચાવશે ધમાલ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/wax-statue-of-virat-kohli-unveiling-in-lords/
via Best Gujarati News
0 Comments