‘લિરિલ ગર્લ’ તરીકે જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ તારા શર્માએ આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના બાળકોની મુલાકાત કરાવી. દિગ્ગજ ક્રિકેટર ધોનીએ બંને બાળકોને ક્રિકેટ સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપી. આ દરમિયાન એક્ટ્રેસનાં દીકરાએ ઝડપી બૉલર જસપ્રિત બુમરાહની સ્ટાઇલમાં બૉલિંગની એક્શન કરી હતી જેને જોઇને સૌ કોઈ હસવા લાગ્યા હતા.

તારા શર્મા સલૂજાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવેલા વિડીયોમાં ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની એક રૂમમાં બેઠેલો જોવા મળી રહ્યો છે, જ્યાં એક્ટ્રેસ તારા સહિત તેના બંને દીકરા કાઈ અને ઝૈન પણ હાજર છે. આ દરમિયાન બાળકોએ ક્રિકેટર ધોનીને પ્રશ્નો પુછ્યો કે, “તમે મેચમાં પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરો છો?”

જવાબમાં ધોની કહે છે કે, “તમારા પર કઈ ચીજનું પ્રેશન છે? પહેલા મને એ જણાવો.” જ્યારે બાળક કંઇ બોલતુ નથી ત્યારે ધોની મજાકમાં પુછે છે કે, “શું મમ્મીનું પ્રેશર છે ભણતર માટે?” જો કે તેણે ક્રિકેટનાં સંદર્ભમાં પ્રશ્ન પુછ્યો હતો. ધોનીએ કહ્યું કે, “જો તમે પરિણામ વિશે વિચારશો તો ક્યારેય સારું રિઝલ્ટ નહીં આવે. તમે પ્રેક્ટિસ પર ધ્યાન આપો.”

એક સમયે લિરિલ સાબુની એડવર્ટાઇઝથી ફેમસ થયેલી તારાએ 2002માં આવેલી ફિલ્મ ‘ઓમ જય જગદીશ’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તારા શર્મા પોતાના સફળ પ્રોજેક્ટ ‘ધ તારા શર્મા શૉ’ની ક્રિએટર, રાઇટર અને કૉ-પ્રોડ્યૂસર બનીને ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: આ અભિનેત્રી સાથે ધોનીએ કરી મુલાકાત, દીકરાએ બુમરાહની જેમ કરી બૉલિંગ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/tara-sharma-and-her-sons-met-ms-dhoni/
via Best Gujarati News

0 Comments