દાઊદ ઇબ્રાહિમનો વેવાઈ રમ્યો છે સૌથી વધારે વર્લ્ડ કપ, સાથી ખેલાડીને બતાવ્યું હતુ ચાકૂ
ભારતનાં મૉસ્ટ વૉન્ટેડ અપરાધી દાઊદ ઇબ્રાહિમનાં વેવાઈએ આખી દુનિયામાં સૌથી વધારે ક્રિકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમી છે. ત્યારબાદ તેનો આ રેકૉર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 2011માં બરાબર કર્યો હતો. દાઊદ ઇબ્રાહિનો આ વેવાઈ બીજુ કોઈ નહીં, પરંતુ પાકિસ્તાનનો બેટ્સમેન જાવેદ મિયાંદાદ છે. જણાવી દઇએ કે દાઊદ અને પાકિસ્તાની ક્રિકેટર રહેલા જાવેદ મિયાંદાદ વેવાઈ છે. દાઊદ ઇબ્રાહિમની મોટી દીકરી માહરૂખ ઇબ્રાહિમનાં લગ્ન પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદનાં દીકરા જુનૈદ સાથે 2006માં થયા હતા. આ નાતે બંનેનો સંબંધ વેવાઈનો છે.
12 જૂન, 1957નાં પાકિસ્તાનનાં કરાંચીમાં જન્મેલો જાવેદ મિયાંદાદ એક શાનદાર ક્રિકેટર રહ્યો છે. 80-90નાં દશકમાં તે દુનિયાનાં શાનદાર બેટ્સમેન્સમાં ગણાતો હતો. મિયાંદાદે આમ તો પોતાના કેરિયરમાં કુલ 357 ઇન્ટરનેશનલ મેચ રમી છે, પરંતુ વર્ષ 1986માં ભારત સામે શારજાહમાં રમાયેલી એશિયાની કપની ફાઇનલ કોઈ ના ભૂલી શકે. આ મેચમાં મિયાંદાદે ભારતનાં બૉલર ચેતન શર્માની અંતિમ બૉલ પર છગ્ગો ફટકારીને પાકિસ્તાનને મેચ જીતાડી દીધી હતી.
વિવાદો સાથે પણ જાવેદ મિયાંદાદનો સંબંધ રહ્યો છે. 1992નાં વર્લ્ડ કપમાં મેદાન પર ભારતીય વિકેટકીપર કિરણ મોરે સામે ઉછળવું હોય કે પછી રિટાયરમેન્ટ બાદ ભારત વિરુદ્ધ અજીબ નિવેદનો આપવા. મિયાંદાદ હંમેશા ચર્ચામાં રહ્યો છે. દાઊદ 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં અપરાધી છે. દાઊદનો જન્મ 26 ડિસેમ્બર, 1955નાં મુંબઈમાં થયો હતો. મિયાંદાદનાં નામે 6 વર્લ્ડ કપ રમવાનો રેકૉર્ડ છે. જો કે 2011માં સચિન તેંડુલકરે પણ 6 વર્લ્ડ કપ રમીને રેકૉર્ડની બરાબરી કરી છે. મિયાંદાદે પોતાની ટીમનાં ખેલાડી અબ્દુલ કાદિરને મેદાનની બહાર ચાકૂ બતાવ્યું હતુ તો ઑસ્ટ્રેલિયાનાં રૉડની હૉગને રન આઉટ કર્યો હતો ત્યારે પણ વિવાદ થયો હતો અને લિલી સાથે ઉગ્ર ચર્ચાને લઇને પણ તે ચર્ચામાં રહ્યો હતો.
દાઊદની પત્નીનું નામ મેહઝબીન છે જેને લોકો ઝુબીના ઝરીનનાં નામે ઓળખે છે. ઝુબીનાથી દાઊદને 3 દીકરીઓ અને એક દીકરો છે. માહરૂખ દાઊદની સૌથી મોટી દીકરી છે જેના લગ્ન જાવેદ મિયાંદાદનાં દીકરા જુનૈદ સાથે થયા છે. ઉલ્લેખનીય છે કે એકવાર જાવેદ મિયાંદાદે દાઊદ ઇબ્રાહિમ દ્વારા શાહિદ આફ્રિદીને ધમકી પણ અપાવી હતી. મિયાંદાદે ફક્ત 19 વર્ષની ઉંમરે ક્રિકેટનાં મક્કા લૉર્ડ્સમાં બેવડી સદી ફટકારી હતી. મિયાંદાદે પોતાના 17 વર્ષનાં કેરિયરમાં 52.57ની શાનદાર સરેરાશથી 8832 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દાઊદ ઇબ્રાહિમનો વેવાઈ રમ્યો છે સૌથી વધારે વર્લ્ડ કપ, સાથી ખેલાડીને બતાવ્યું હતુ ચાકૂ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/javed-miandad-played-most-world-cup-tournament-joint-with-tendulkar/
via Best Gujarati News
0 Comments