આખી રાત હૉસ્પિટલમાં રહ્યો આ ખેલાડી, સવારે મેદાને ઉતરીને પાકિસ્તાનને બરાબરનું ધોયું
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અત્યારે 5 મેચની વન ડે સીરીઝ ચાલી રહી છે. ઇંગ્લેન્ડે 3 મેચ જીતીને સીરીઝ પણ જીતી લીધી છે. ચોથી વન ડેમાં ઇંગ્લેન્ડનાં ઑપનર જેસન રૉયે પાકિસ્તાન સામે ચોથી વન ડેમાં જે રીતે સદી ફટકારી તે પ્રશંસનીય છે. જ્યારે હૉસ્પિટલમાં નવજાત બાળકી જિંદગી સામે લડી રહી હતી, તેવા સમયે જેસન રૉયે મેદાન પર ઉતરીને સદી ફટકારી હતી. જેસન રૉયે ફક્ત 2 કલાકની જ ઊંઘ લીધી હતી.
ખુદ જેસન રૉયનાં જણાવ્યા અનુસાર તેની આ સદીમાં ફ્લૉની કમી હતી, પરંતુ સ્થિતિએ આ ઇનિંગને ભાવુક બનાવી દીધી જેને આ ઇંગ્લિશ ખેલાડી જિંદગીભર નહીં ભૂલે. 17 મેનાં રોજ પાકિસ્તાન સામે એકદિવસય મેચમાં શાનદાર સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. રૉય માટે આ સદી એ માટે ખાસ રહી કેમકે આની ઠીક પહેલા તેણે 7 કલાક હૉસ્પિટલમાં પસાર કર્યા હતા. સવારે ઘરે જઇને 2 કલાકની ઊંઘ લીધી અને ફરી મેદાનમાં પહોંચી ગયો.
જેસનની દીકરી ઇવરલીનો આ વર્ષે માર્ચમાં જન્મ થયો છે. તેની આ દીકરીની ગુરૂવાર રાત્રે તબિયત ખરાબ થઈ હતી જેનાથી તેને હૉસ્પિટલમાં જવું પડ્યું હતુ. મામલો ગંભીર હતો અને જેસન અને તેની વાઈફ એલી પોતાની દીકરીને લઇને પહોંચ્યો અને રાત્રે 1.30થી સવારે 8.30 વાગ્યા સુધી ત્યાં રહ્યો. જો કે પ્રાથિમિક સારવાર બાદ ડૉક્ટરે જોખમ નથી તેવું કહ્યું. જેસન રૉયે આ મેચમાં પોતાના કેરિયરની આઠમી સદી ફટકારી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આખી રાત હૉસ્પિટલમાં રહ્યો આ ખેલાડી, સવારે મેદાને ઉતરીને પાકિસ્તાનને બરાબરનું ધોયું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/jason-roy-came-to-bat-after-whole-night-spending-in-hospital/
via Best Gujarati News
0 Comments