આઈપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ટીમ ઇન્ડિયાનો મધ્યક્રમનો બેટ્સમેન કેદાર જાધવ વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે રહસ્ય પરથી હવે પડદો ઊંચકાયો છે. તેના ઇજાગ્રસ્ત થયા બાદ કહેવામાં આવતુ હતુ કે તેની જગ્યાએ ટીમમાં કોઈ રીઝર્વ ખેલાડીને તક મળી શકે છે, પરંતુ તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. કેદાર હવે ટીમ ઇન્ડિયા સાથે 22 મેનાં રોજ ટીમ સાથે લંડન રવાના થશે.

તમને જણાવી દઇએ કે આઇપીએલમાં ચેન્નઈ તરફથી રમતા ફીલ્ડિંગ દરમિયાન કેદારનાં ખભામાં ઇજા થઈ હતી અને ત્યારબાદ તે આ લીગનાં પ્લેઑફ મુકાબલામાંથી બહાર થઈ ગયો હતો. ઈજા થયા બાદ કેદાર જાધવ ટીમ ઇન્ડિયાનાં ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટની દેખરેખમાં હતો અને તે ઈજામાંથી બહાર આવી રહ્યો હતો. જ્યારે તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયો ત્યારબાદ પૈટ્રિકે તેની ફિટનેસ વિશે બૉર્ડને જાણકારી આપી અને ત્યારબાદ તેનો ઇંગ્લેન્ડ જવાનો રસ્તો સાફ થઈ ગયો.

કાદર જાધવ અને પૈટ્રિક ગત અઠવાડિયે એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. કેટલાક ટ્રેનિંગ સેશન બાદ કેદારે પૈટ્રિક દ્વારા મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં બીકેસીમાં આયોજિત ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. વિશ્વ કપ માટે કેદાર જાધવ ટીમ ઇન્ડિયા માટે મહત્વનો ખેલાડી માનવામાં આવે છે. તે મધ્યમક્રમમાં ટીમ માટે સારી બેટિંગ કરી જાણે છે તો જરૂર સમયે બૉલિંગમાં વિકેટ પણ નીકાળે છે. તેણે અત્યાર સુધી 27 વિકેટ ઝડપી છે. કેદારે અત્યાર સુધી 59 વન ડે રમી છે જેમાં તેણે 43.50ની સરેરાશથી 1174 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતીય ટીમ માટે ખુશખબર, વર્લ્ડ કપ માટે આ ધાકડ ખેલાડી ફિટ જાહેર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kedar-jadhav-fit-for-world-cup-2019/
via Best Gujarati News

0 Comments