તો આ વર્લ્ડ કપમાં રોહિત અને કોહલી તોડી દેશે ગાંગુલીનો 20 વર્ષ જુનો સૌથી મોટો રેકૉર્ડ
આઈસીસી ક્રિકેટ વન ડે વિશ્વ કપ નજીક આવતાની સાથે લોકોની નજરો રેકૉર્ડ પર જામી છે જે આ વકતે તૂટી શકે છે. તો આ વર્ષે ઘણા ખેલાડીઓ પાસેથી પણ આશા છે કે તેઓ આ વર્ષે નવા કીર્તિમાનોને સ્પર્શી શકે છે. આવી જ આશા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી રાખવામાં આવી રહી છે. રોહિત શર્માનાં નામે વન ડેમાં 3 બેવડી સદીનો રેકૉર્ડ છે અને આ ખેલાડી 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલીનો સૌથી વધુ રન મારવાનો 20 વર્ષ જુનો ભારતીય રેકૉર્ડ તોડી શકે છે.
રોહિત ઉપરાંત ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન્સમાં વિરાટ કોહલી અને શિખર ધવન પર પણ સૌની નજરો છે. બંને સારા ફૉર્મમાં છે. વન ડેમાં આ વર્ષે અને ગયા વર્ષે પણ વિરાટનો રેકૉર્ડ સારો રહ્યો છે. આ બંને ખેલાડીઓ મોટી ઇનિંગ રમી શકે છે અને એક ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોરનો ભારતીય રેકૉર્ડ પોતાના નામે કરી શકે છે. વર્લ્ડ કપમાં આમ તો 2-2 બેવડી સદી વાગી છે, પરંતુ ભારત તરફથી સર્વોચ્ચ સ્કૉર સૌરવ ગાંગુલીનો છે. 199માં ટાંટનમાં ગાંગુલીએ 183 રન બનાવ્યા હતા. આ પહેલા કપિલ દેવની 1983માં રમાયેલી 175 રનની ઐતિહાસિક ઇનિંગ ભારત તરફથી વિશ્વ કપમાં સૌથી મોટી ઇનિંગ હતી.
#OnThisDay – 1999: Sourav Ganguly hits 183 as India beat Sri Lanka in the World Cup. It was the last full international hosted at Taunton pic.twitter.com/zcOqLUehVi
— Somerset Cricket
(@SomersetCCC) May 26, 2017
સૌરવ ગાંગુલી બાદ ફક્ત 2 ભારતીય ખેલાડીઓએ 150 રનનો સ્કોર પાર કર્યો. વિરેન્દ્ર સેહવાગે 2011માં બાંગ્લાદેશ સામે ઢાકામાં 175 રન બનાવ્યા હતા અને આઉટ થઈ ગયો હતો. તો 2003માં સચિન તેંડુલકરે નામીબિયા સામે 152 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની પિચો વિશે કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક ઇનિંગમાં 500 રન પણ બની શકે છે. આવામાં ભારતીય ટીમનાં ટોપનાં ખેલાડીઓ પાસેથી મોટી ઇનિંગની આશા રાખવામાં આવી રહી છે. આમાં રોહિત શર્માનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે. રોહિતે વન ડેમાં 7 વાર 150થી વધારે રન બનાવ્યા છે અને તેનો હાઈએસ્ટ સ્કૉર 264 રન છે જે એક વિશ્વ રેકૉર્ડ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તો આ વર્લ્ડ કપમાં રોહિત અને કોહલી તોડી દેશે ગાંગુલીનો 20 વર્ષ જુનો સૌથી મોટો રેકૉર્ડ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rohi-or-kohli-might-break-highest-runs-record-in-cwc-2019/
via Best Gujarati News
(@SomersetCCC)
0 Comments