ચેન્નઈ સુપર કિંગ્સની સામે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સની જીતની સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન પૂર્ણ થઈ ગઈ છે. આ સીઝનમાં દેશ-દુનિયાનાં ઘણા ખેલાડીઓએ પોતાની શાનદાર રમત દર્શાવી હતી. મજાક કરવાને લઇને જાણીતા ભારતીય ટીમનાં પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે આઈપીએલ 12નાં કેટલાક ખેલાડીઓને અજીબ-ઓ-ગરીબ એવૉર્ડ્સ આપ્યા છે.

‘વિરૂ ઘરેલૂ એવૉર્ડ્સ’ નામથી આ પુરસ્કાર સેહવાગે ટ્વિટર પર આપ્યો છે. સેહવાગે પહેલો એવૉર્ડ મસાલા અથવા ચટણી બનાવવા માટે પીસવામાં આવતા પથ્થરનો આપ્યો છે. આ એવૉર્ડ દિલ્હીનાં ઋષભ પંતને આપવામાં આવ્યો છે, જેણે પોતાની બેટિંગથી અનેક બૉલર્સની ચટણી પીસી નાંખી હતી. વીરૂ ઘરેલૂ એવૉર્ડ અંતર્ગત કોલકાતા નાઇટ રાઇડર્સનાં ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ, ચેન્નઈ સુપર કિંગ્સનાં મહેન્દ્ર સિંહ ધોની, ઇમરાન તાહિર અને જસપ્રિત બુમરાહને પણ એવૉર્ડ આપવામાં આવ્યો છે.

ધોનીને ‘ટૉર્ચ’, ઇમરાન તાહિરને ‘પુરાની જીન્સ’ અને જસપ્રિત બુમરાહને બરફનાં મોટા ટૂકડાનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય કગિસો રબાડા, ડેવિડ વૉર્નર અને હાર્દિક પંડ્યાને પણ એવૉર્ડ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોઈને ‘ટૉર્ચ’ તો કોઈને ‘જૂનું જીન્સ’, સેહવાગે IPL ખેલાડીઓને આપ્યા અજીબ એવૉર્ડ્સ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/virendra-sehwag-gave-unique-and-funny-awards-to-ipl-12-players/
via Best Gujarati News

0 Comments